IPL 2025

અક્ષર પટેલ માટે આસિસ્ટંટ કોચે આપ્યું મહત્ત્વનું નિવેદન, સંતુલન જાળવી રાખે છે…

બેંગલુરુ: દિલ્હી કેપિટલ્સ (DC)ના સહાયક કોચ મેથ્યુ મૉટે વર્તમાન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટીમની સફળતા માટે કેપ્ટન અક્ષર પટેલને શ્રેય આપતા કહ્યું હતું કે તેમની નેતૃત્વ શૈલી ખેલાડીઓને તરત જ સહજ બનાવે છે. સતત ત્રણ મેચ જીતીને દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની આગામી મેચની પૂર્વસંધ્યાએ કહ્યું હતું કે “તેણે ક્રિકેટ અને જીવન વચ્ચે ખૂબ જ સારું સંતુલન જાળવી રાખ્યું છે. તે ટીમને લઇને પોતાના વિચારો શેર કરતી વખતે તે ખાતરી કરે છે કે અન્ય ખેલાડીઓનો પણ તેમાં સમાવેશ થાય. તેના ચહેરા પર હંમેશા સ્મિત રહે છે. તે દરેકના વિચાર સાથે સામંજસ્ય બેસાડે છે.

મેથ્યુએ કહ્યું હતું કે અક્ષરે ટીમના અનુભવી ખેલાડીઓ જેમ કે લોકેશ રાહુલ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ભૂતપૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના અનુભવનો સારો ઉપયોગ કર્યો છે. તે બધું પોતાના પર લઇ રહ્યો નથી. તે ટીમના અન્ય અનુભવી ખેલાડીઓનો પૂરો લાભ લે છે. અમે રાહુલ, ફાફ (ડુ પ્લેસિસ)નો પણ ઉલ્લેખ કર્યો. તેમની પાસે ઘણો અનુભવ છે. ખાસ કરીને ફાફને કેપ્ટનશીપનો સારો અનુભવ છે. આ સંદર્ભમાં અમારી બેઠક ફળદાયી રહી હતી.”

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કોચે કહ્યું હતું કે, “તે એટલું ક્રિકેટ રમ્યો છે કે તે જાણે છે કે ક્યારેક રમત ખૂબ જ અસ્થિર હોઈ શકે છે. તમે સારી રીતે જાણો છો કે જ્યારે તમે જીતી રહ્યા છો ત્યારે બધું બરાબર છે.

મને લાગે છે કે તેની માનસિકતા એવી છે કે જો આપણો ખરાબ દિવસ આવે તો પણ તે એટલો જ સકારાત્મક રહેશે. અક્ષર આગામી મેચોમાં વધુ બોલિંગ કરવાનો પ્રયાસ કરશે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટને ટીમની અત્યાર સુધીની ત્રણ મેચમાં ફક્ત આઠ ઓવર ફેંકી છે. તેને હજુ સુધી કોઈ સફળતા મળી નથી.

આપણ વાંચો : રાહુલ-આથિયા પર અભિનંદનની વર્ષા, દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે અલગ જ અંદાઝમાં આપી શુભેચ્છા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button