IPL 2025

ડેબ્યૂ મૅચના પ્રથમ બૉલમાં વિકેટ, કુલ ચાર શિકારનો ભારતીય રેકોર્ડ અને એક કૅચ

‘શેર-એ-પંજાબ' અશ્વનિ કુમારનું વિક્રમ સાથે ડ્રીમ ડેબ્યૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મોહાલીમાં જન્મેલા અને શેર-એ-પંજાબ નામની ટૂર્નામેન્ટમાંના 4/36ના બેસ્ટ પર્ફોર્મન્સ સાથે આઈપીએલ (IPL 2925)માં રમવા આવેલા મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અશ્વનિ કુમારે આજે અહીં વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (kkr)ને એક પછી એક ચાર ઝટકા આપીને જબરદસ્ત અને વિક્રમજનક ડેબ્યૂ કર્યું હતું.

અશ્વનિ કુમાર (Ashwani Kumar) આઈપીએલની ડેબ્યૂ મૅચમાં ચાર વિકેટ લેનાર પહેલો ભારતીય છે. એમઆઈ સામે કેકેઆરની ટીમ 16.2 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

અશ્વનિએ આઈપીએલમાં પોતાના પહેલા જ બૉલમાં કેકેઆરના કેપ્ટન અજિંકય રહાણે (11 રન)ની વિકેટ લીધી હતી. એ પહેલાં, ક્વીન્ટન ડિકોક (1 રન)નો કૅચ ઝીલનાર અશ્વનિએ પછીથી એક જ ઓવરમાં રિન્કુ સિંહ (17 રન) અને મનીષ પાન્ડે (19 રન)ને આઉટ કર્યાં હતા અને ત્યાર બાદ સૌથી ખતરારૂપ બેટ્સમૅન આન્દ્રે રસેલ (પાંચ રન)ને કલીન બોલ્ડ કરીને સનસનાટી મચાવી દીધી હતી.

આ પણ વાંચો: આઈપીએલમાં હૈદરાબાદ Vs હૈદરાબાદઃ બીસીસીઆઈને સનરાઈઝર્સે HCA ની કરી ફરિયાદ, લગાવ્યા મોટા આરોપો…

અશ્વનિએ બે કૅચ છોડ્યા હતા, પણ એકંદરે કેકેઆરને કાબૂમાં રખાવી હતી.

અશ્વિનીને ગયા વર્ષે આઈપીએલમાં પંજાબ કિંગ્સની ટીમે ખરીદ્યો હતો પરંતુ ત્યારે તેને એક પણ મેચ નહોતી રમવા મળી.
આ વખતે એમઆઈના ફ્રેન્ચાઈઝીએ તેને 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસમાં ખરીદી લીધો હતો અને તેણે પહેલી જ મૅચમાં વળતર ચૂકવી દીધું.

દરમિયાન એમઆઈની ટીમમાં કેકેઆરની 16મી ઓવરમાં જ ઇમ્પેક્ટ પ્લેયર રોહિત શર્માએ મેદાન પર આગમન કર્યું ત્યારે ફુલ-પૅક્ડ સ્ટેડિયમમાંથી રોહિતને જબરદસ્ત આવકાર મળ્યો હતો. તેને યુવાન સ્પિનર વિજ્ઞેશ પુથુરના સ્થાને લેવામાં આવ્યો હતો.

પૂથુર, હાર્દિક, બોલ્ટ અને સેન્ટનરે એક-એક વિકેટ લીધી હતી જ્યારે દીપક ચાહરને બે વિકેટ મળી હતી.
કેકેઆરની ટીમમાં અંગક્રિશ રઘુવંશીના 26 રન હાઈએસ્ટ હતા જ્યારે રમણદીપ સિંહે બાવીસ રન બનાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button