વાનખેડેના પર્ફોર્મન્સ પછી 26 વર્ષની અનન્યા પાન્ડેએ જુઓ કયો ફોટો શૅર કરીને બધાને ચકિત કરી દીધા!

મુંબઈઃ વાનખેડે (Wankhede) સ્ટેડિયમમાં ગઈ કાલે આઇપીએલ-2025ની પ્રથમ મૅચ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાઈ એ પહેલાં ઓપનિંગ સમારોહમાં બૉલીવૂડ-અભિનેત્રી અનન્યા પાન્ડે (ANANYA PANDEY)એ સ્ટેજ પર્ફોર્મન્સથી સૌને મોહિત કરી લીધા હતા અને આ સમારંભ બાદ ખુદ તેણે પોતાની કેટલીક જૂની તસવીરો પણ શૅર કરી હતી.
અભિનેતા ચન્કી પાન્ડેની પુત્રી અને સ્ટૂડન્ટ ઑફ ધ યર-ટૂ’ની ઍક્ટ્રેસ અનન્યા પાન્ડેએ ક્રિકેટના માહોલ વચ્ચે જાણીતા ગીતોની ધૂન પરના ડાન્સ સ્ટેપ્સથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા અને સુંદર પર્ફોર્મ કરીને આ કાર્યક્રમને બૉલીવૂડ-ટચ આપ્યો હતો. તેણે અન્ય કલાકારોની મદદથી હજારો પ્રેક્ષકોને તેમ જ કરોડો ટીવી દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. બૉલીવૂડ સ્ટાર શાહરુખ ખાન કેકેઆરનો સહ-માલિક છે. અનન્યા પાન્ડે કેકેઆરની ફૅન છે અને તેણે આ રંગારંગ તથા એન્ટરટેઇનિંગ પ્રોગ્રામ બાદ સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
અનન્યા 26 વર્ષની છે. તેણે ઇન્સ્ટાગ્રામ-હૅન્ડલ પર આઇપીએલ વિશેનો ભૂતકાળનો અને હાલનો ફોટો શૅર કર્યો હતો. તેણે કહ્યું છે કે તે ટીનેજ (Teenage Ananya) વયે (13 વર્ષની ઉંમરે) જેવી હતી એવી જ છે. અનન્યાએ ટીનેજ વયના સમયનો ફોટો શૅર કર્યો છે જેમાં તે કેકેઆરના જર્સીમાં અને ચશ્મા પહેરેલી જોવા મળે છે. અનન્યાનો એ ફોટો 2012ની સાલનો છે. ત્યારે તે 13 વર્ષની હતી અને ત્યારે તેણે ઘણા વર્ષો બાદ બૉલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ઇન્સ્ટા પર જણાવ્યું છે કેહું પહેલાં જેવી જ છું એટલે કે હું હજી પણ ચશ્મા પહેરું છું.’

અનન્યા પાન્ડે ફૅશનના હેતુથી તેમ જ આઇ સ્પેશિયાલિસ્ટે આપેલી સલાહ મુજબ ચશ્મા પહેરે છે. તે ક્યારેક પાતળા રિમ્ડ રાઉન્ડ ગ્લાસીસ પહેરેલી જોવા મળે છે. અનન્યા પાન્ડેના જૂના ફોટોમાં શાહરુખ ખાન, શનન્યા કપૂર, સુહાના ખાન, રિતિક રોશન અને તેના પિતા ચન્કી પાન્ડે જોવા મળે છે.
અનન્યાના વાનખેડેના પર્ફોર્મન્સ વખતે ચન્કી પાન્ડે પણ હાજર હતા.
આપણ વાંચો : 50 કિલોની અનન્યા પાંડેએ કર્યું હવે આ કારસ્તાન કે…