સ્પોર્ટસ

IPL 2025 schedule: મુંબઈ કે અમદાવાદમાં નહીં રમાય પ્લે ઓફ મેચ! RR અને DC અંગે પણ મહત્વની અપડેટ

મુંબઈ: અગામી કેટલાક મહિનાઓ ક્રિકેટ ચાહકો માટે તહેવારથી ઓછા નહીં હોય, ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025 ) શરુ થવાની છે. અહેવાલ મુજબ, IPLનું શેડ્યૂલ આવતા અઠવાડિયા સુધીમાં જાહેર કરવામાં આવશે. IPL 2025 21 માર્ચથી શરૂ થશે અને ફાઇનલ 25 મેના રોજ રમાશે. આ વખતે IPL 2025 ની પહેલી મેચ KKR અને હૈદરાબાદ વચ્ચે રમાશે. IPL 2024 ની ફાઇનલ KKR અને હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી, જેમાં KKRએ જીત મેળવી હતી. આ જ કારણે IPL 2025 ની પહેલી મેચ આ બંને ટીમો વચ્ચે રમાશે.

આ જગ્યાએ રમાશે પ્લે ઓફ:
અહેવાલ મુજબ IPL 2025 ની ફાઇનલ મેચ કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ સ્ટેડીયમ ખાતે યોજાઈ શકે છે. પ્લેઓફ 2 પણ કોલકાતામાં રમાય તેવી શક્યતા છે. જયારે, પ્લેઓફ 1 અને એલિમિનેટર હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. મતલબ કે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પ્લે ઓફ મેચ નહીં રમાય. જોકે શેડ્યૂલ જાહેર થયા બાદ જ આ અંગે સ્પષ્ટતા થશે.

Also read: મોટી ઉંમરની ઐસીતૈસી…રોહિતે રવિવારે નવા વર્લ્ડ રેકૉર્ડ સાથે એ સાબિત કરી દીધું

RR અને DC ઘરની બહાર મેચ રમશે:
રિપોર્ટ અનુસાર, આ વખતે દિલ્હી કેપિટલ્સના બે હોમ મેચ દિલ્હીમાં નહીં રમાય. આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સને બે હોમ વિઝાગ (વિશાખાપટ્ટનમ)માં રમવા પડી શકે છે. રાજસ્થાન રોયલ્સને પણ કેટલીક હોમ મેચ બહાર રમવી પડી શકે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

અહેવાલ મુજબ આ વખતે IPLમાં 10 ટીમો વચ્ચે કુલ 74 મેચ રમાશે અને કુલ 11 સ્થળોએ મેચ યોજાશે. રાજસ્થાન રોયલ્સ (RR) ન્યુટ્રલ વેન્યુએ બે હોમ મેચ રમશે. RR જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પાંચ મેચ અને આસામના બારસાપારા ક્રિકેટ (ACA) સ્ટેડિયમમાં બે મેચ રમશે. દિલ્હી કેપિટલ્સ (DC), ગયા વર્ષની જેમ, વિઝાગના ACA-VDCA સ્ટેડિયમ ખાતે તેમની બે હોમ મેચ રમશે, બાકીના પાંચ હોમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button