સ્પોર્ટસ

આઈપીએલ પ્લેયરને જાનથી મારી નાખવાની મળી ધમકી, જાણો સમગ્ર મામલો?

નવી દિલ્હીઃ IPL 2025માં દમદાર પ્રદર્શન બાદ 21 વર્ષીય ક્રિકેટર વિપરાજ નિગમ વિવાદોના વંટોળમાં ફસાયા છે. એક અજાણી મહિલા તેને આંતરરાષ્ટ્રીય નંબર પરથી બ્લેકમેલ કરી રહી છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહી છે. આ ઘટનાએ ક્રિકેટ જગતમાં ચકચાર મચાવી દીધી છે.

સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે 9 નવેમ્બરના રોજ વિપરાજને વિદેશી નંબરો પરથી સતત કૉલ્સ આવવા લાગ્યા. મહિલાએ પૈસા અને અન્ય માંગણીઓ કરી, નહીં માને તો એક વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી. વિપરાજે નંબર બ્લૉક કર્યા પણ બીજા નંબરથી ફરી ત્રાસ શરૂ થયો. આખરે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને માનસિક રીતે હેરાનગતિ તેમ જ બદનામ કરવાના આરોપ લગાવ્યા હતા.

vipraj nigam ipl 2025

વિપરાજની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. કૉલ ડિટેઇલ્સ, ડિજિટલ પુરાવા અને કૉલ ક્યાંથી આવ્યા તેની શોધ ચાલુ છે. વિપરાજનો પરિવાર પણ આ ઘટનાથી ભયભીત છે. તેઓ નથી ઇચ્છતા કે તેમનો દીકરો કોઈ વિવાદમાં ફસાય.

વિપરાજ નિગમ 2024થી ઉત્તર પ્રદેશ માટે ક્રિકેટ રમે છે. IPL 2025માં દિલ્હી કેપિટલ્સે તેને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે 14 મેચમાં 142 રન ફટકાર્યા અને 11 વિકેટ પણ લીધી હતી. આ પ્રદર્શનથી તે રાતોરાત સ્ટાર બન્યો, પણ હવે એ જ સ્ટારડમ તેના માટે મુસીબત બન્યું છે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button