સ્પોર્ટસ

શરૂઆતમાં બુમરાહની ગેરહાજરીઃ મુંબઈ ઇન્ડિયન્સના હેડ-કોચ જયવર્દનેએ કહ્યું કે…

મુંબઈઃ 18મી આઇપીએલ બાવીસમી માર્ચે શરૂ થશે અને 23મી માર્ચે મુંબઈ ઇન્ડિયન્સની ચેન્નઈ સુપર કિંગ્સ સામે જે પહેલી મૅચ છે એમાં કૅપ્ટન હાર્દિક પંડ્યા તો નહીં રમે, પણ મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ શરૂઆતની થોડી મૅચો નથી રમવાનો અને એ વિશે હેડ-કોચ માહેલા જયવર્દનેએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો: પહેલી મૅચમાં હાર્દિકની ગેરહાજરીમાં મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન કોણ? રોહિત, સૂર્યા કે બીજું કોઈ?

પાંચ વખત ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમના મુખ્ય કોચ જયવર્દનેએ કહ્યું છે કે બુમરાહની ગેરહાજરી અમારી ટીમ માટે મોટો પડકાર બની રહેશે.’ બુમરાહ જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયા પ્રવાસની છેલ્લી ટેસ્ટમાં ઈજા પામ્યા બાદ ફરી રમી નથી શક્યો અને તેની ફિટનેસ મુંબઈની ટીમ માટે સતત ચિંતાનો વિષય રહી છે.

https://twitter.com/i/status/1902303801345982742

મુંબઈના નંબર-વન મૅચ-વિનર બુમરાહે 2023માં પીઠમાં સર્જરી કરાવી હતી જેને લીધે તે એ વર્ષની આઇપીએલમાં નહોતો રમી શક્યો. જયવર્દનેએ પત્રકારોને બુમરાહ વિશેના સવાલના જવાબમાં કહ્યું,હાલમાં તે બેન્ગલૂરુની એનસીએ (નૅશનલ ક્રિકેટ ઍકેડેમી)માં છે. તેણે બોલિંગ કરવાની થોડી શરૂઆત કરી છે. બીસીસીઆઇની મેડિકલ ટીમ તેના વિશે શું રિપોર્ટ આપે છે એના પર આધાર છે. અમે પ્રત્યેક દિવસે અપડેટ લેતા રહીએ છીએ. બુમરાહ વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર છે અને તેણે મુંબઈ ઇન્ડિયન્સને ઘણી મૅચો જિતાડી છે.’

આ પણ વાંચો: IPL 2025 માં બે ગુજરાતી સંભાળશે ટીમની કમાન, 5 ટીમ નવા કેપ્ટન સાથે ઉતરશે…

જયવર્દનેએ એવું પણ કહ્યું હતું કે `બુમરાહની વાપસી માટે હજી થોડી રાહ જોવી પડશે. જોકે ટીમના બીજા ખેલાડીઓ પાસે આ પરિસ્થિતિમાં પોતાને સાબિત કરવા માટે સારો મોકો છે.’

બુમરાહે 2013ની સાલમાં આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી મુંબઈ વતી રમતો રહ્યો છે અને 133 મૅચમાં 165 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button