મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 2025ની સિઝનમાં મોટા ફેરફારો જોવા મળશે, આગામી સિઝન પહેલા ખેલાડીઓનું મેગા ઓકશન (IPL Mega auction) યોજવાનું છે. તમામ 10 ફ્રેન્ચાઇઝીએ IPL 2025 માટે જે ખેલાડીઓની રિટેન કરવાના છે તેમની યાદી આ મહિનાના અંત સુધીમાં તૈયાર કરવાની રહેશે. મોટાભાગની ફ્રેન્ચાઈઝીઓએ આ યાદી તૈયાર કરવામાં વ્યસ્ત છે પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે મોટો પ્રશ્ન ઉભો થયો છે. ચેન્નઈ સુપર કિંગ્સ તેના સ્ટાર પ્લેયર એમએસ ધોનીની પુષ્ટિની રાહ જોઈ રહી છે કે તે આગામી સિઝનમાં રમશે કે નહીં.
જો એમએસ ધોની IPL 2025માં રમવાનું નક્કી કરે છે, તો ચેન્નઈ સુપર કિંગ્સ તેને અનકેપ્ડ ખેલાડી તરીકે ટીમમાં જાળવી રાખશે. IPL 2025 માટે રિટેન લિસ્ટ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે. એમએસ ધોનીને રિટેન કરવામાં આવશે એ હજુ નક્કી નથી. એક અહેવાલ અનુસાર, CSKના CEO કાશી વિશ્વનાથને જણાવ્યું કે, ‘અમે ધોનીને રિટેન કરવા માંગીએ છીએ પરંતુ આ અંગે અમને હજુ સુધી તેમના તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.’
આ પણ વાંચો…..Hardik Pandyaએ જે બેટથી નો લુક શોટ માર્યો એ બેટની કિંમત કેટલી છે, જાણો છો? જાણશો તો…
આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીને રિટેન કરવા માટે સત્તાવાર રીતે એટલા પૈસા ખર્ચવા નહીં પડે, જેટલા પહેલા ખર્ચ કરવામાં આવ્યા હતાં. તેનું કારણ અનકેપ્ડ ખેલાડીઓનો નિયમ છે. આ નિયમ અનુસાર, જો કોઈ ખેલાડી 5 વર્ષ પહેલા નિવૃત્ત થઈ ગયો હોય તો તેને અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં રાખવામાં આવશે. એમએસ ધોનીએ વર્લ્ડ કપ 2019માં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી. આ પછી તેણે ઓગસ્ટ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.
એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વખત IPL ચેમ્પિયન બનાવ્યું છે, તે આઈપીએલની શરૂઆતથી જ CSK સાથે છે. જોકે બે વર્ષ (2016, 2017) માટે ધોની IPLમાં રાઇઝિંગ સુપરજાયન્ટ્સ તરફથી પણ રમ્યો હતો. કેમેકે, સ્પોટ ફિક્સિંગના આરોપસર ચેન્નઈ સુપર કિંગ્સ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.