IPL 2025 Auction: BCCI સાથેની બેઠકમાં શાહરૂખ નેસ વાડિયા સાથે ઝઘડી પડ્યો! જાણો શું છે વિવાદ

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ના ઓક્શન (IPL 2024 auction) માટે BCCI તૈયારીઓ કરી રહ્યું છે, એ પહેલા ગઈકાલે 31 જુલાઈના રોજ મુંબઈમાં બીસીસીઆઈના મુખ્યાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મેગા ઓકશનથી લઈને રીટેન્શનના નિયમો સહિતના અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન(Shahrukh Khan), સનરાઈઝર્સ હૈદરાબાદના સહ-માલિક કાવ્યા મારન અને પંજાબ કિંગ્સના સહ-માલિક નેસ વાડિયા (Ness Wadia) હાજર રહ્યા હતા. કેટલીક ટીમના માલિકોએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગમાં હાજરી આપી હતી. આ બેઠકમ થયેલી ચર્ચાઓ અંગે BCCI દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવું નથી, પરંતુ માલિકો અને BCCI વચ્ચે અસહમતી અંગેના ઘણા અહેવાલો વહેતા થયા છે.
એક અહેવાલ મુજબ, કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન અને સનરાઈઝર્સ હૈદરાબાદના સહ-માલિક કાવ્યા મારન સહીત કેટલાક ફ્રેન્ચાઇઝી માલિકોએ મેગા ઓક્શનનો સીધો વિરોધ કર્યો હતો. KKR અને SRH અનુક્રમે IPL 2024ની વિજેતા અને ઉપવિજેતા ટીમો હતી, પરંતુ અત્યાર સુધી BCCIએ આ ટીમોના મંતવ્યો અંગે કોઈ ઔપચારિક નિર્ણય આપ્યો નથી.
આ પણ વાંચો : તો શું કોહલીને પગલે રોહિત શર્મા પણ ઇન્ડિયાને કરશે બાય બાય!
નિરાશા વ્યક્ત કરતાં કાવ્યા મારને કહ્યું કે- એક સક્ષમત ટીમ બનાવવામાં ઘણો સમય લાગે છે. યુવા ખેલાડીઓને પરિપક્વ બનાવવા માટે ઘણો સમય ફાળવવો પડે છે. અભિષેક શર્માને પોતાનું સારું પ્રદર્શન દર્શાવવા માટે 3 વર્ષ લાગ્યા. તમે બધા મારી સાથે સહમત હશો કે અન્ય ટીમોમાં પણ આવા ઘણા ઉદાહરણો જોવા મળશે.
આ બેઠકમાં રિટેન્શનના નિયમો અંગે ઘણી ચર્ચા થઈ હતી. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે KKRના માલિક શાહરૂખ ખાન અને પંજાબ કિંગ્સના સહ-માલિક નેસ વાડિયા વચ્ચે રિટેન્શન નિયમોને અંગે ઉગ્ર ચર્ચા થઇ હતી. શાહરૂખ ઇચ્છે છે કે તમામ ફ્રેન્ચાઇઝીને વધુ ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવે, પરંતુ નેસ વાડિયાએ ઓછા ખેલાડીઓને જાળવી રાખવાના નિયમને સમર્થન જાહેર કર્યું છે.
વર્તમાન નિયમો અનુસાર, ટીમોને IPL 2025ની મેગા ઓક્શનમાં માત્ર 3-4 ખેલાડીઓને જ રિટેન કરવાની મંજૂરી આપવામાં આવશે.