IPL 2024સ્પોર્ટસ

‘શાહરુખ સર સે મિલવાઓ, યાર’ એવું યશસ્વી બોલ્યો અને સપનું થયું સાકાર

કોલકાતા: ક્રિકેટ સહિતની રમતોના સ્ટાર્સ અને મનોરંજનની દુનિયાના સિતારાઓ સૌથી મોટા સેલિબ્રિટી તરીકે ઓળખાય છે. સામાન્ય જનતામાંથી જો કોઈ વ્યક્તિ કોઈ ફેમસ ક્રિકેટરને કે ઍક્ટર-ઍક્ટ્રેસને મળવા માગે તો તેણે લોઢાના ચણા ચાવવા પડે છે અને મોટા ભાગે એમાં તેમને સફળતા મળતી જ નથી હોતી, કારણકે આજકાલ તો સિક્યૉરિટીનો જમાનો છે અને આ સેલિબ્રિટીઝ કોઈને કોઈ કંપની કે બ્રૅન્ડ સાથે કૉન્ટ્રાક્ટેડ હોય એટલે મળવા માટે તૈયાર પણ નથી થતી.

આ પણ વાંચો:
લગ્નમાં પહોંચેલા શાહરુખ ખાન જોઈ વરરાજાને ભૂલી ગઈ દુલ્હન અને વીડિયો થયો વાઇરલ

જોકે કોઈ ફેમસ ક્રિકેટર જ્યારે કોઈ અભિનેતાને મળવા તત્પર હોય ત્યારે કેવી સ્થિતિ સર્જાય એ જાણવામાં ઘણાને રસ હશે. મંગળવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં એવું જ બન્યું. વિજેતા ટીમ રાજસ્થાન રૉયલ્સનો ઓપનર યશસ્વી જયસ્વાલ પરાજિત ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સના સહ-માલિક શાહરુખ ખાનને મળવા ખૂબ આતુર હતો. એક તો રાજસ્થાનની ટીમે હાઇએસ્ટ રન-ચેઝ (224 રન)ના પોતાના જ રેકૉર્ડની બરાબરી કરી હતી એટલે યશસ્વી બેહદ ખુશ હતો. રાજસ્થાનને છેલ્લા બૉલ પર વિજય અપાવનાર સેન્ચુરિયન જૉસ બટલર પાછો આવી રહ્યો હતો ત્યારે શાહરુખ ખાન મેદાન પર ઉતરીને તેની પાસે ગયો અને તેની ધમાકેદાર અને યાદગાર ઇનિંગ્સ બદલ તેને ભેટી પડ્યો હતો.


આ પણ વાંચો:
શાહરુખને ફરી સ્મોકિંગની તલબ લાગી, નવો વિવાદ વહોરી લીધો

ઈડન પર ઇનામ-વિતરણ સમારોહ યોજાયો હતો અને ત્યારે યશસ્વી શાહરુખને મળવા તલપાપડ હતો. તેણે સાથીઓને વિનંતી પણ કરી હતી કે ‘પ્લીઝ, એવું કંઈક કરો કે હું શાહરુખ સરને જઈને મળી શકું.’ ‘શાહરુખ સર સે મિલવાઓ, યાર’ એવું બોલીને યશસ્વી સાથીઓ સાથે ઊભો હતો ત્યારે શાહરુખ ખાન નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યશસ્વી તેને જઈને મળ્યો અને પોતાનું વર્ષોનું સપનું સાકાર થયું એવું તેને કહીને તેની શુભેચ્છા મેળવી હતી. સોશિયલ મીડિયા પર રાજસ્થાનની ટીમે હૃદયસ્પર્શી પોસ્ટ શૅર કરી હતી જેમાં શાહરુખની ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મનો ડાયલૉગ લખ્યો હતો, ‘ઇતની સિદ્ધત સે મૈંને તુમ્હે પાને કી કોશિશ કી હૈ, શાયદ હર ઝર્રે સે મુઝે તુમસે મિલાને કી સાઝિશ કી હૈ.’ રાજસ્થાનની ટીમે શાહરુખને મળવાની યશસ્વીની ઇચ્છા પૂરી થતાં બીજી પોસ્ટમાં લખ્યું, ‘બસ ઇતના સા ખ્વાબ.’

મીડિયામાં એક યુઝરે એક્સ (ટ્વિટર) પર બહુ સરસ લખ્યું હતું. તેણે લખ્યું, ‘એક સામાન્ય વ્યક્તિ જેમ સપનું જુએ છે એ યશસ્વી જયસ્વાલ પૂરું કરી રહ્યો છે.’ બીજા એક યુઝરે લખ્યું, ‘સ્મોલ ટાઉન લડકોં કે સપને પૂરે કર રહા હૈ આઇપીએલ.’ યશસ્વી જયસ્વાલ આ વખતની આઇપીએલમાં સાવ ફ્લૉપ (24, 5, 10, 0, 24, 39, 19) છે, પણ ટી-20 ઇન્ટરનૅશનલ્સના રૅન્કિંગમાં છઠ્ઠા નંબરે અને ટેસ્ટ રૅન્કિંગ્સમાં સાતમા ક્રમે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Sensorineural hearing lossના આ છે લક્ષણો અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ