મનોરંજન

લગ્નમાં પહોંચેલા શાહરુખ ખાન જોઈ વરરાજાને ભૂલી ગઈ દુલ્હન અને વીડિયો થયો વાઇરલ

મુંબઈ: બૉલીવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ ખાન (Shah Rukh Khan)ના ચાર્મની વાત જ કંઈક જુદી છે. સ્ત્રી હોય કે પછી પુરુષ શાહરુખને જોઈને તેઓ પોતાનો કાબૂ ગુમાવી બેઠે છે. તાજેતરમાં શાહરુખ ખાનના ચાર્મનો એવો જ એક જાદુ એક લગ્ન પ્રસંગમાં જોવા મળ્યો હતો. તાજેતરમાં ફિલ્મ મેકર આનંદ પંડિતની દીકરીના વેડિંગ રિસેપ્શનમાં શાહરુખ ખાન આવ્યો હતો. આ દરમિયાન આનંદ પંડિતની દીકરી એટલે એશ્વર્યાએ શાહરુખ સાથે એવું કર્યું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો:
કોલકત્તા-લખનઊની મેચ માટે શાહરુખને જોઈને લોકોના ઉડ્યા હોશ……

આનંદ પંડિતની દીકરી એશ્વર્યાના લગ્નના રિસેપ્શનમાં શાહરુખ ખાન સાથે અનેક સેલિબ્રિટિઝે હાજરી આપી હતી. આ દરમિયાન રિસેપ્શનમાં લોકો શાહરુખને જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા. જોકે આનંદ પંડિતની દીકરી એશ્વર્યા તો શાહરુખને જોઈને બધુ જ ભૂલી ગઈ હતી અને તેના દુલ્હાને છોડીને શાહરુખની સાથે સેલફી લેવા ઉતાવળી બની ગઈ હતી. શાહરુખને જોઈને એશ્વર્યાએ તરત જ તેનો ફોન ઉપાડીને તેની સાથે સેલ્ફિ લીધી હતી.

એશ્વર્યાનો શાહરુખ સાથે સેલ્ફિ લેવાનો વીડિયો જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને એવું જ લાગી રહ્યું છે કે શાહરુખને જોઈને એશ્વર્યા પંડિત પોતાના લગ્ન છે એ વાત પણ ભૂલી ગઈ છે. આ રિસેપ્શનમાં શાહરુખ સાથે સેલ્ફિ લેવા બીજા લોકો પણ રાહ જોઈ રહ્યા હતા. આ વીડિયોમાં એશ્વર્યાએ શાહરુખ સાથે સાથે સોલો સેલ્ફિ લીધી હતી અને તે બાદ તેણે તેના પતિ સાથે કરણ જોહર સાથે પણ સેલ્ફિ લીધી હતી.

આ પણ વાંચો:
શાહરુખ ખાનને એવું શું થયું કે લગ્નના કાર્યક્રમમાં આમ ચાલવું પડ્યું…

સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. લોકો આ વાઇરલ વીડિયો પર દુલ્હનને સૌથી બેસ્ટ વેડિંગ ગિફ્ટ મળ્યું, એવું લખી રહ્યા છે. તો અનેક લોકો સેલ્ફિ એ દરેક ઈવેન્ટનો મહત્વપૂર્ણ ભાગ છે અને જ્યારે શાહરુખ સ્ટેજ પર હશે, ત્યારે વરરાજાતો સ્ટેજની બહાર જ નીકળી જશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…