નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર હંમેશાં પોતાની વિસ્ફોટક બેટિંગ કારણે ચર્ચામાં રહે છે, જેમાં આજે ફરી એક વખત સદી ફટકારી વર્લ્ડ કપમાં બીજી સદી કરી છે. ઓપનિંગમાં ડેવિડ વોર્નરે મજબૂત બેટિંગ કરી હતી, પરંતુ છઠ્ઠા ક્રમે આવેલા ગ્લને મેક્સવેલે 44 બોલમાં 106 રન કર્યા હતા.
44 બોલમાં આઠ સિક્સર અને નવ ચોગ્ગા સાથે 106 રન કરીને ગ્લેન મેક્સવેલે નેધનરલેન્ડના બોલરોની જોરદાર ધુલાઈ કરી હતી. 40 બોલમાં સદી કરીને સૌથી ઝડપી સદી કરવાનો વિક્રમ નોંધાવ્યો હતો. આ વખતના વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાના એડન માર્કરમનો વર્લ્ડ કપનો રેકોર્ડ તોડ્યો હતો. એડને 49 બોલમાં સદી કરી હતી, જ્યારે એના અગાઉ કેવિન ઓ બ્રાયને 2011માં પચાસ બોલમાં સદી કરી હતી. ઉપરાંત, 11 ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે વોર્નરે 93 બોલમાં 104 રન કર્યા હતા. શાનદાર સદી ફટકાર્યા પછી ફિલ્મી સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું હતું. વન-ડે વર્લ્ડ કપમાં છ સદી કરી છે.
નેધરલેન્ડ સામે સદી કર્યા પછી પુષ્પા ફિલ્મના પુષ્પારાજના અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું. સદી કરવાની સાથે વોર્નરે સચિન તેંડુલકરની બરાબરી કરી છે. સચિન તેંડુલકરે પણ વન-ડે વર્લ્ડ કપમાં છ સદી કરી છે, જ્યારે રિકી પોન્ટિંગ અને કુમાર સંગાકારાએ પણ વર્લ્ડ કપમાં પાંચ સદી કરી છે. અગાઉ પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડ સામે 50 ઓવરમાં આઠ વિકેટે 399 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલે સદી ફટકારી હતી. વોર્નરે છઠ્ઠી સદી ફટકારીને પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો હતો.
તે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો હતો. જ્યારે મેક્સવેલે છેલ્લી ઓવરોમાં તોફાની ઇનિંગ રમી અને માત્ર 40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તે વિશ્વ કપમાં સૌથી ઓછા બોલમાં સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો.
વોર્નર અને મેક્સવેલ સિવાય સ્ટીવ સ્મિથે 71 અને માર્નસ લાબુશેને 62 રન કર્યા હતા. જોશ ઈંગ્લિશ 14 રન અને કેપ્ટન પેટ કમિન્સે અણનમ 12 રન કર્યા હતા. મિશેલ માર્શ નવ અને કેમરૂન ગ્રીન આઠ રન કરી આઉટ થયા હતા. નેધરલેન્ડ માટે લોગાન વાન બીકે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. બાસ ડી લીડેને બે સફળતા મળી હતી. આર્યન દત્તે એક વિકેટ લીધી હતી. આ અગાઉ દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં આફ્રિકાએ 399 રન કર્યા હતા, જેમાં આફ્રિકા 229 રને જીત્યું હતું.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ