IPL 2024

વર્લ્ડ કપ 2023: ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટા માર્જિનથી જીત્યું

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની 24મી મેચમાં નેધરલેન્ડને 309 રનના સૌથી મોટા માર્જિનથી હરાવીને નવો ઈતિહાસ સર્જયો છે. આજે નેધરલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાએ 399 રન કર્યા હતા, જેમાં ડચ ફક્ત 90 રનમાં ઓલઆઉટ થયું હતું.

ટોસ જીતીને દિલ્હીમાં ઓસ્ટ્રેલિયાએ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં ઓસ્ટ્રેલિયાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. આઠ વિકેટે ઓસ્ટ્રેલિયાએ 399 રન કર્યા હતા. 400 રનનો ટાર્ગેટ અચીવ કરવા આવેલી નેધરલેન્ડની ટીમ પર ઓસ્ટ્રેલિયાના બોલરોએ મજબૂત બોલિંગ કરી હતી, જેમાં એડમ ઝમ્પાએ ચાર, મિશેલ માર્શે બે વિકેટ ઝડપી હતી, જ્યારે પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્કે એક-એક વિકેટ લીધી હતી. નેધરલેન્ડને હરાવીને ઓસ્ટ્રેલિયા આ વખતના વર્લ્ડ કપમાં 309થી હરાવવાનો નવો રેકોર્ડ નોંધાવ્યો છે.

400 રનનો ટાર્ટેગ અચીવ કરવા આવેલી નેધરલેન્ડવતીથી તેજા નિદામનુરુએ 14, સ્કોટ એડવર્ડે 12 અને સાયબ્રાન્ડ એન્જેલબ્રેટેકે 11 અને કોલિન એકેરમાને 10 રન કર્યા હતા, પરંતુ તેની સામે અડધોઅડધ ટીમના બેટર એક આંકડામાં સ્કોર બનાવ્યો હતો. 21 ઓવરમાં 90 રન બનાવીને પેવેલિયન ભેગી થયેલી નેધરલેન્ડની ટીમે રીતસર ગલી કક્ષાની ટીમના જેવું પફોર્મેન્સ કર્યું હતું.

આજની મેચમાં ઓસ્ટ્રેલિયાવતીથી મેક્સવેલે 44 બોલમાં 106 રન બનાવ્યા હતા, જેમાં તેણે 9 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. મેક્સવેલે દિલ્હીમાં તોફાની બેટિંગ કરી અને વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી. તેણે 40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ઉપરાંત, ડેવિડ વોર્નરે પણ વન-ડે વર્લ્ડ કપની બીજી સદી કરી કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button