World Cup 2023: નેધરલેન્ડ સામે અફઘાનિસ્તાન સાત વિકેટથી જીત્યું
ચોથી વખત અફઘાનિસ્તાન જીત્યું, સેમિફાઇનલની રેસમાં સામેલ

લખનઉઃ અહીંના ઈકાના સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે વન-ડે મેચમાં નેધરલેન્ડને અફઘાનિસ્તાન સાત વિકેટથી જીત્યું હતું. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાનનું જોરદાર પ્રદર્શન યથાવત છે.
અફઘાનિસ્તાને નેધરલેન્ડને હરાવીને વર્લ્ડકપમાં તેની ચોથી જીત હાંસલ કરી છે. લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને નેધરલેન્ડ્સને સાત વિકેટથી હાર આપી હતી. ત્રણ વિકેટ લેનાર મોહમ્મદ નબી પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. પહેલી બોલિંગમાં અફઘાનિસ્તાન વતીથી મહોમ્મદ નબીએ શાનદાબ બોલિંગ નાખી હતી. નબીએ 9.03 ઓવરમાં એક મેઈડન સાથે 28 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
નેધરલેન્ડ સામે જીતવા માટે અફઘાનિસ્તાને 180 રનનો ટાર્ગેટ માત્ર 31.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 56 રનની અણનમ ઇનિંગ રમી હતી. રહમત શાહે પણ 54 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 52 રન કર્યા હતા.
અઝમતુલ્લા ઉમરઝઈએ પણ 31 રનનું યોગદાન આપ્યું હતું. નેધરલેન્ડ તરફથી લોગાન વાન બીક, રોએલોફ વાન ડેર મર્વે અને સાકિબ ઝુલ્ફિકરે એક-એક વિકેટ લીધી હતી. આજની જીત સાથે અફઘાનિસ્તાના આઠ પોઈન્ટ થયા છે, જેમાં સાત મેચમાં ચાર જીત સાથે ત્રણ મેચમાં હાર્યું છે, જેમાં 0.330 રનરેટ સાથે આઠ પોઈન્ટ થયા છે. સામે પક્ષે આઠમા ક્રમની નેધરલેન્ડની ટીમ સાત મેચમાં બે વિજય થયો છે, જ્યારે પાંચમાં હાર્યું છે.