IPL 2024સ્પોર્ટસ

World Cup 2023: અફઘાનિસ્તાને કર્યો ચમત્કારઃ શ્રી લંકાને સાત વિકેટે હરાવ્યું

પુણેઃ વન-ડે વર્લ્ડ કપ 2023ની 30મી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે શ્રીલંકાની મેચ હતી. વર્લ્ડ કપની 30મી મેચમાં શ્રી લંકાને 49.3 ઓવરમાં 242 રન કર્યા હતા, જ્યારે તેના જવાબમાં અફઘાનિસ્તાને 28 બોલ બાકી હતા ત્યારે 242 રનનો સ્કોર કરીને મેચ સાત વિકેટથી જીત્યું હતું.

242 રનના પડકારજનક સ્કોર પણ અફઘાનિસ્તાને 45.2 ઓવરમાં ત્રણ વિકેટે 242 રન બનાવ્યા હતા, જેમાં શ્રી લંકાના મોટા ભાગના બોલરને સફળ થવા દીધો નહોતો, પરિણામે મોટા માર્જિનથી હાર્યું હતું. અફઘાનિસ્તાન વતીથી પહેલી વિકેટ ઝીરો (ગુરબાઝ) રને પડ્યા પછી બીજી વિકેટ 73 રને પડી હતી, જ્યારે 131 રને ત્રીજી વિકેટ પડી હતી, જેમાં રહેમાનુલ્લાહ ગુરુબાજ ચાર બોલમાં ઝીરો રને આઉટ થયો હતો, જ્યારે 57 બોલમાં 39 રને ઈબ્રાહિમ ઝરદાન અને 74 બોલમાં 62 રન રહમત શાહે કર્યા હતા.

ત્રણ વિકેટ પછી પણ અફઘાનિસ્તાનના બેટરે શાનદાર ઈનિંગ રમ્યા હતા. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી અને અઝમતુલ્લાહ ઉમરઝાઈએ શાનદાર રમત રમ્યા હતા, જેમાં બંનેએ અનુક્રમે હશમતુલ્લાહે બે ચોગ્ગા અને એક સિક્સર સાથે 58 રન કર્યા હતા, જ્યારે અઝમતુલ્લાહે 63 બોલમાં 73 રન કર્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 111 રનની ભાગીદારી કરી હતી.

શ્રી લંકા વતીથી બોલિંગમાં દિલશાન મધુશંકાએ બે વિકેટ ઝડપી હતી, જ્યારે કસુન રજીતાએ એક વિકેટ લીધી હતી, જ્યારે એન્જેલો મેથ્યુસ, ચમીરા, ધનંજય ડિ સિલ્વા વગેરેમાંથી એકને પણ વિકેટ ઝડપી શક્યા નહોતા.

અહીંના મેદાનમાં આજે અફઘાનિસ્તાન અને શ્રીલંકાની વચ્ચે ટૂર્નામેન્ટની છઠ્ઠી મેચ હતી, જેમાં પહેલી પાંચ મેચમાં બંને ટીમ બબ્બે મેચ જીત્યું હતું. હવે અફઘાનિસ્તાનની આ જીતથી શ્રીલંકાથી આગળ નીકળી ગયું છે. પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાન પાંચમા ક્રમે પહોંચી છે. અફઘાનિસ્તાનના છ પોઈન્ટ થયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?