IPL 2024સ્પોર્ટસ

ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ કાઢી નાખવામાં આવશે?

મુંબઈ: આઇપીએલમાં પ્લેઇંગ-ઇલેવન ઉપરાંત ઇનિંગ્સમાં પાંચમાંથી એક ઇમ્પૅક્ટ પ્લેયરને રમાડવાની છૂટનો જે નિયમ છે એ આવતી સીઝનથી કાઢી નાખવામાં આવશે તો નવાઈ નહીં લાગે.

ઇમ્પૅક્ટ પ્લેયરના રુલ સામે ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમના મતે આ રીતે ખેલાડીને (સ્પેશિયાલિસ્ટ બૅટર કે સ્પેશિયાલિસ્ટ બોલરને) મૅચની અધવચ્ચેથી રમાડવામાં આવતો હોવાથી ઑલરાઉન્ડરના કોન્સેપ્ટ ને હાનિ પહોંચશે.

બીજા કેટલાક ભૂતપૂર્વ પ્લેયરોના મતે રેકૉર્ડ-બ્રેકિંગ સ્કોર્સ માટે ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ જ જવાબદાર છે.
હજી ત્રણ દિવસ પહેલાં હૈદરાબાદની ટીમે લખનઊ સામેની મૅચમાં સ્પેશિયલ પેસ બોલર ટી. નટરાજનના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ઓપનર અભિષેક શર્માને ટીમમાં સમાવ્યો હતો અને અભિષેકે 28 બૉલમાં છ સિક્સર, આઠ ફોરની મદદથી અણનમ 75 રનની જબરદસ્ત ફટકાબાજી કરીને હૈદરાબાદને વિશ્ર્વવિક્રમ સાથે વિજય અપાવ્યો હતો. અભિષેક અને ટ્રેવિસ હેડ (અણનમ 89)ની જોડીએ માત્ર 58 બૉલમાં 167 રન બનાવ્યા હતા. 10 ઓવરમાં હાંસલ કરાયેલા સફળ ચેઝમાં આ 167 રન હાઈએસ્ટ સ્કોર છે.

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ગુરુવારે પત્રકારોને કહ્યું હતું કે ‘ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ કાયમી નથી અને આ રુલ કાઢી નાખવામાં આવશે એવું પણ હું નથી કહેતો. જૂનના ટી-20 વર્લ્ડ કપ પછી અમે આ નિયમ રાખવો કે નહીં એ વિશે ખેલાડીઓ, ફ્રૅન્ચાઇઝીઓ, બ્રૉડકાસ્ટર્સ સહિત તમામ સંબંધિતો સાથે ચર્ચા કરીશું.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button