બૅન્ગલૂરુના ખેલાડીઓ આજે કેમ લીલા ડ્રેસમાં રમે છે? કેમ બેન્ગલૂરુને બદલે કોલકતાનું ગ્રાઉન્ડ પસંદ કર્યું?
કોલકાતા: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ના ફ્રૅન્ચાઇઝીએ આ વખતે પોતાના નામમાં બૅન્ગલોરના સ્થાને બેન્ગલૂરુ કરાવ્યું તેમ જ પોતાના ખેલાડીઓના રંગમાં થોડો ફેરફાર કરીને એને બ્લુ અને લાલ રંગનો બનાવી નાખ્યો છે. આ સીઝનની શરૂઆત પહેલાં કેટલાક કહેતા હતા કે ડ્રેસમાં આ ફેરફાર કરાતાં આરસીબીના ભાગ્યમાં આ વખતે પલટો જોવા મળશે.
કે એવું કંઈ થયું નહીં, અને રવિવારના કોલકાતા સામેના મુકાબલા પહેલાં તેઓ પહેલી સાતમાંથી છ મૅચ હારી ગયા હતા. એટલું જ નહીં, 15મી એપ્રિલે બેન્ગલૂરુમાં જ હૈદરાબાદની ટીમે ફાફ ડુ પ્લેસીની ટીમ સામે આઇપીએલનો નવો વિક્રમજનક સ્કોર (287/3) નોંધાવ્યો હતો.
આજે આરસીબીના પ્લેયરોને લીલા રંગમાં રમતા જોઈને કેટલાકને નવાઈ લાગી હશે. તો એ બાબતમાં ખુલાસો કરી દેવાનો કે દરેક સીઝનમાં આ ટીમ એકાદ મૅચ ગ્રીન ડ્રેસમાં સજ્જ થઈને રમતી જ હોય છે.
આરસીબીનું ફ્રૅન્ચાઇઝી માત્ર ક્રિકેટ સાથે જોડાયેલી છે એવું નથી. ત્રણ દિવસ પહેલાં આપણે જાણી ગયા કે આ ટીમે બેન્ગલૂરુમાં કેટલાક સરોવરોની આસપાસ જે વર્ક કર્યું છે એનાથી બેન્ગલૂરુમાં સામાન્ય જનતાની પાણીની સમસ્યા થોડી દૂર થઈ છે. હવે જણાવવાનું કે આરસીબીનું ફ્રૅન્ચાઇઝી ઘણા વર્ષોથી વૃક્ષારોપણ અને ગ્લોબલ વૉર્મિંગ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ પણ કરે છે.
એટલે જ દર સીઝનમાં સામાન્ય રીતે બેન્ગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બપોરની એક મૅચમાં બેન્ગલૂરુના ખેલાડીઓ બ્લુ-ગ્રીન ડ્રેસમાં રમે છે. એટલું જ નહીં, પરંપરા પ્રમાણે આ મૅચના ટૉસ વખતે હરીફ કૅપ્ટનને મેમેન્ટો તરીકે વનસ્પતિનો છોડ ભેટ આપવામાં આવે છે.
જોકે આ વખતે આરસીબીએ કોલકાતા ખાતેની મૅચમાં પોતાના ખેલાડીઓ માટે ‘ગો ગ્રીન’ અભિયાન હેઠળ ગ્રીન ડ્રેસમાં રમવા કહ્યું.
હવે આરસીબીની બેન્ગલૂરુના હોમ-ગ્રાઉન્ડ પર ત્રણ જ મૅચ બાકી છે અને એ ત્રણેય સાંજની (7.30 વાગ્યે શરૂ થનારી) મૅચ છે. એ જોતાં બેન્ગલૂરુની બપોરની આ (ઈડન ખાતેની) છેલ્લી મૅચ હોવાથી આરસીબીના ફ્રૅન્ચાઇઝીએ પોતાના પ્લેયરોને કોલકાતામાં લીલા રંગના ડ્રેસમાં રમવા કહ્યું હતું.એ જોતાં બેન્ગલૂરુની બપોરની આ (ઈડન ખાતેની) છેલ્લી મૅચ હોવાથી આરસીબીના ફ્રૅન્ચાઇઝીએ પોતાના પ્લેયરોને કોલકાતામાં લીલા રંગના ડ્રેસમાં રમવા કહ્યું હતું.