મુંબઈ: સોમવારે સાંજે વાનખેડે સ્ટેડિયમની બહાર એક તરફ રોહિત શર્માની તરફેણ કરતા અસંખ્ય પોસ્ટર હતા તો બીજી બાજુ માત્ર રોહિતના નામવાળા ટી-શર્ટ જ જોવા મળ્યા હતા. અંદર સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચેના મુકાબલાના આરંભની રાહ જોવાઈ રહી હતી અને હજારો પ્રેક્ષકો પોતાની જગ્યા પર ગોઠવાઈ ગયા હતા અને બીજા ઉતાવળે અંદર પ્રવેશી રહ્યા હતા, કારણકે ટૉસ થઈ ચૂક્યો હતો અને રોહિત શર્મા તથા ઇશાન કિશન બૅટિંગ માટે ઊતરવાના હતા.
આ પણ વાંચો: MI vs RR: વાનખેડેમાં મુંબઇ ઇન્ડિયન્સ અને હાર્દિક પંડ્યા થઈ રહ્યા હતા ટ્રોલ, રોહિત શર્માએ કર્યું ડેમેજ કંટ્રોલ
જોકે મૅચ હજી તો માંડ શરૂ થઈ અને પ્રેક્ષકોએ હિટ મૅનનો હિટ શો જોવાની મનોમન તૈયારી કરી લીધી હતી ત્યાં ટ્રેન્ટ બૉલ્ટના પાંચમા જ બૉલમાં રોહિત આઉટ થઈ જતાં અનેક લોકો નિરાશ થઈ ગયા હતા. ત્યાર પછી તો ધબડકો થયો અને હાર્દિક પંડ્યા કે જેનો થોડી જ વાર પહેલાં હુરિયો બોલાવવામાં આવ્યો હતો તેની બૅટિંગ જોવામાં બહુ ઓછા લોકોને રસ હોય એવું લાગતું હતું. છ ફોરની ફટકાબાજી બાદ હાર્દિક 34 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો અને છેવટે રાજસ્થાનને માત્ર 126 રનનો ટાર્ગેટ મળ્યો જે તેમણે 27 બૉલ અને છ વિકેટ બચાવીને મેળવી લીધો હતો.
આ પણ વાંચો: હાર્દિકના નામના ટી-શર્ટ ગાયબ, સર્વત્ર રોહિતના જ જર્સી
જોકે ત્યાર પછી રાત્રે મૅચ બાદ જે બન્યું એ પણ શૉકિંગ જ હતું. પોતે કે પોતાની ટીમ મુંબઈ ઇન્ડિયન્સને ન જિતાડી શકી એને લીધે અસંખ્ય લોકોએ નારાજ હાલતમાં સ્ટેડિયમમાંથી વિદાય લીધી હતી, પણ ખુદ હાર્દિક પણ હતાશ અને ઉદાસ હતો. તે મેદાન પર મુંબઈની ટીમના ડગઆઉટમાં ગયો અને એકલો બેઠો રહ્યો હતો. તેની આસપાસ ત્યારે મુંબઈના જે પ્લેયરો હતા તેઓ તેની પાસે જઈને બેસવાને બદલે તેનાથી દૂર મેદાન પર જતા રહ્યા હતા.
ભેટવા આવેલા મલિન્ગાને હાર્દિકે દૂર હડસેલ્યો, એમઆઇના કૅમ્પમાં મામલો બહુ ગરમ છે
હાર્દિકે એક તો ગુજરાત ટાઇટન્સની ચૅમ્પિયન ટીમ છોડી એને તેની પહેલી ભૂલ ઘણા ક્રિકેટપ્રેમીઓ ગણે છે અને લોકોને બીજો એ વાતનો ગુસ્સો છે કે પાંચ ટાઇટલ જીતી ચૂકેલા રોહિત શર્માએ તેના હાથ નીચે રમવું પડી રહ્યું છે. આ બધા કારણસર પહેલાં અમદાવાદમાં અને પછી હૈદરાબાદમાં હાર્દિકનો જે મોટા અવાજે હુરિયો બોલાવવામાં આવ્યો હતો એના કરતાં પણ ઊંચી બૂમાબૂમ વાનખેડેમાં મૅચ પહેલાં સાંભળવા મળી હતી.
હવે મુંબઈની આગામી મૅચ પણ વાનખેડેમાં જ રવિવારે (બપોરે 3.30 વાગ્યાથી) દિલ્હી કૅપિટલ્સ સામે છે અને ત્યારે હાર્દિકના વિરોધમાં કેટલી બૂમો પાડવામાં આવે છે એ જોવું રહ્યું.
Taboola Feed