18 રન બનાવીને Virat Kohliએ રચ્યો ઈતિહાસ, પાછળ છોડી દીધા આ દિગ્ગજ ખેલાડીઓને…
ગઈકાલે રમાયેલી RCB Vs KKRની મેચની હાઈલાઈટ્સની વાત કરીએ તો સૌથી વધુ ચર્ચાનું કારણ બની Virat Kohliની વિકેટ અને Virat Kohli અને અમ્પાયર વચ્ચે થયેલી જીભાજોડી. કિંગ કોહલી ભલે કાલે ખાસ કંઈ સારું પ્રદર્શન ના કરી શક્યો હોય અને તેણે માત્ર 18 રન જ બનાવ્યા હોય પણ શું તમને ખબર છે કે આવું કરીને પણ તેણે એક ઈતિહાસ રચી દીધો છે અને ક્રિસ ગેઈલ અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા હતા. આવો જોઈએ શું છે આ રેકોર્ડ…
કોહલીએ પોતાની આ નાનકડી ઈનિંગમાં એક ફોરની સાથે સાથે જ બે સિક્સ ફટકારી હતી અને આ સાથે જ તે IPLમાં એક ટીમ માટે 250 સિક્સ ફટકારનાર પહેલો બેટ્સમેન બની ગયો છે. કોહલી બાદ બીજા નંબરે આવે છે ક્રિસ ગેઈલ કે જેણે આરસીબી માટે આઈપીએલમાં 239 સિક્સ ફટકારી હતી. જ્યારે આ યાદીમાં આરસીબીના જ એબી ડિવિલિયર્સ 238 સિક્સ સાથે ત્રીજા સ્થાને આવે છે.
આમ જોવા જઈએ તો કોહલી આઈપીએલમાં સૌથી વધુ સિક્સ મારવાના મામલે ચોથા નંબરે આવે છે. ક્રેસ ગેલ 357 સિક્સ સાથે ટોપ પર છે અને એના બાદ 275 સિક્સ સાથે રોહિત શર્માનો નંબર આવે છે. જ્યારે એબી ડિવિલિયર્સ 251 સિક્સ સાથે ત્રીજા સ્થાને છે. કોહલીએ આઈપીએલમાં માત્ર આરસીબીનું પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યારે રોહિત, ડિવિલિયર્સ અને ગેલે એક કરતાં વધુ ટીમ માટે રમી ચૂક્યા છે.