આજે જ્યાં રમાઈ રહી છે મેચ એ નમો સ્ટેડિયમ બનાવવા કરાયો છે આટલો ખર્ચ…
અમદાવાદઃ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ-2023ની ફાઈનલ રમાઈ રહી છે. આ સ્ટેડિયમ પહેલાં મોટેરે સ્ટેડિયમના નામે ઓળખાતું હતું અને 2015માં જૂના સ્ટેડિયમને તોડીને નવેસરથી સ્ટેડિયમમાં બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. પાંચ વર્ષ સુધી એટલે કે 2020 સુધી આ સ્ટેડિયમનું કામ ચાલ્યું હતું અને 2021માં તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું.
જૂના મોટેરા સ્ટેડિયમમાં એક સાથે 53,000 દર્શકો મેચ જોઈ શકતા હતા અને હવે આ નવા સ્ટેડિયમમાં 1,32,000 લોકો એક સાથે બેસીને મેચ જોઈ શકે છે. આ સ્ટેડિયમની ગણતરી દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવે છે.
63 એકરથી વધુ જમીન પર ફેલાયેલા આ સ્ટેડિયમને બનાવવા માટે 800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ધુનિક ટેક્નોલોજીથી બનાવવામાં આવેલું આ સ્ટેડિયમ દુનિયાનું એક માત્ર એવું સ્ટેડિયમ છે કે જેમાં મુખ્ય મેદાન પર 11 સેન્ટર પીચ છે. આ ઉપરાંત આ સ્ટેડિયમમાં 55 રૂમવાળું એક ક્લબ હાઉસ પણ આવેલું છે. એટલું જ નહીં પણ આ સ્ટેડિયમમાં 75 એસી કોર્પોર્ટ બોક્સ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં આધુનિક એલઈડી લાઈટ્સ, ઈનડોર પીચ અને વીઆઈપી મહેમાનોની મહેમાન નવાઝી માટે માટે એક મોટું પાર્કિંગ એરિયા પણ બનાવવામાં આવ્યું છે.
અમદાવાદ ખાતે આ જ સ્ટેડિયમમાં 1983માં કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ વર્લ્ડકપ જીત્યો હતો અને આજે ફરી એક વખત ટીમ ઈન્ડિયા આ જ ગ્રાઉન્ડ પર ફાઈનલ મેચ રમી રહી છે. આવી પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયા ફરી એક વખત ઈતિહાસનું પુનરાવર્તન કરે એવી આશા સેવાઈ રહી છે.