IPL 2024

આજે આ કારણે ટીમ ઈન્ડિયા કાળી પટ્ટી પહેરીને રમી રહી છે…BCCIએ પોસ્ટ કરી સ્પષ્ટતા

લખનઊ: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નવાબો કે શહેર લખનઊ ખાતે આવેલા ઇકાના સ્ટેડિયમમાં ODI World Cup 2023ની 29મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં જિત મેળવવા માટે ભારતીય ટીમ એડી ચોટીનું જોર લગાવી રહી છે, પરંતુ આજે ભારતીય ટીમ તેમની બાજુઓ પર કાળી પટ્ટી બાંધીને મેદાન પર રમવા ઉતરી છે.

આ પાછળનું કારણ ખૂબ જ દુઃખદ છે.BCCI દ્વારા ખુદ આ કારણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું હતું. વર્લ્ડકપ-2023 દરમિયાન આ ભારતીય ટીમની છટ્ઠી મેચ છે અને અત્યાર સુધીની રમાયેલી તમામ પાંચે પાંચ મેચમાં ભારતે જીત હાંસિલ કરી હતી. ઈકાના સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આજની આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલ જયારે ઓપનિંગ કરવા આવ્યા ત્યારે તેમના હાથમાં કાળી પટ્ટી બાંધેલી હતી. ભારતીય ખેલાડીઓના હાથ પર કાળી પટ્ટી બાંધવા પાછળનું કારણ ખુબ જ દુઃખદ છે અને બીસીસીઆઈએ એક્સ (પહેલાંનું ટ્વિટર) પર પોસ્ટ કરીને આ અંગે સ્પષ્ટતા કરી હતી.

ભારતીય ટીમે દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીની યાદમાં હાથ પર કાળી પટ્ટી બાંધીને મેચ રમવાનું નક્કી કર્યું છે. અહીંયા તમારી જાણ માટે કે ભારતીય ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીનું હાલમાં જ નિધન થયું હતું. આ દિગ્ગજ ક્રિકેટરના સમ્માનમાં ભારતીય ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાન પર ઉતર્યા હતા.

ટોસ બાદ BCCIએ એક્સ પર આ અંગે માહિતી આપતા લખ્યું હતું કે ‘ICC Mens Cricket World Cup 2023માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયા મહાન બિશન સિંહ બેદીની યાદમાં કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરી હતી અને ભારતના આ દિગ્ગજ ખેલાડીને આદરાંજલિ આપી હતી.

આ પહેલાં પણ રમાયેલી ઓસ્ટ્રેલિયા નેધરલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં પણ ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડી કાળી પટ્ટી પહેરીને મેદાનમાં રમવા આવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફવાદ અહમદના 4 મહિનાના દીકરાના નિધનને કારણે ટીમે આ નિર્ણય લીધો હતો.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker