આ ઓસ્ટ્રેલિયન બેટરની વાઈફ અનુષ્કા-આથ્યા કરતા પણ વધારે ફેશનેબલ છે
ક્રિકેટરોને આજકાલ અલગ અલગ બ્રાન્ડના એમ્બેસેડર બનાવી જામે મોડેલ હોય તેવા શણગારવામાં આવે છે આથી તેઓ મેચ હોય કે ન હોય લાઈમલાઈટમાં રહેતા હોય છે, પરંતુ મેચ દરમિયાન સ્ટેડિમમાં બેસેલી તેમની પત્નીઓ પણ લાઈમલાઈટમાં આવી જતી હોય છે. આવી જ એક ક્રિકેટરની પત્ની પર સૌની નજર જાય છે. અને તે છે ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર. સાઉથ આફ્રિકા સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાને જીતાડી વર્લ્ડ કપ ફાઈનલમાં ટીમને લઈ જનાર આ ખેલાડીની પત્ની કેન્ડિસ ખૂબ સુંદર છે અને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.
ક્રિકેટમાં જેટલું નામ, ખ્યાતિ અને ફેન ફોલોઈંગ ક્રિકેટરોને આપવામાં આવે છે, તેટલો જ પ્રેમ અને લાઇમલાઇટ ક્રિકેટરોની પત્નીઓને આપવામાં આવે છે. માત્ર ભારતીય ક્રિકેટરોની પત્નીઓ જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરની પત્ની કેન્ડિસ વોર્નરને પણ ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. પતિ-પત્ની બંને બોલિવૂડ અને ટોલીવુડના ગીતો પર ઘણી રીલ બનાવે છે અને સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે.
ડેવિડ વોર્નરની પત્નીનું નામ કેન્ડિસ વોર્નર છે, બંનેએ 4 એપ્રિલ 2015ના રોજ લગ્ન કર્યા હતા. ડેવિડ અને કેન્ડિસ ત્રણ બાળકોના માતા-પિતા છે, તેમને ત્રણ દીકરીઓ છે .
તેની મોટી દીકરી વિરાટ કોહલીની મોટી ફેન છે. તે તેના પિતા અને માતા સાથે સોશિયલ મીડિયા પર રીલ પણ કરતી રહે છે.
કેન્ડિસની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તાજેતરમાં તેણે ડેવિડ વોર્નર સાથે પોતાની એક તસવીર શેર કરી હતી. તેની તસવીરો જોઈને તેની ફિટનેસ અને બ્યુટીનો ખ્યાલ આવી જાય છે.