IPL 2024

આઇપીએલ આ તારીખે શરૂ થશે અને આખી ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાશે

નવી દિલ્હી: વિશ્ર્વની સૌથી લોકપ્રિય ક્રિકેટસ્પર્ધા અને અમેરિકાની બાસ્કેટબૉલની એનબીએ ટૂર્નામેન્ટ પછી બીજા નંબરે આવતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ક્યારે શરૂ થશે એની માત્ર ક્રિકેટચાહકો જ નહીં, પણ આ સ્પર્ધા સાથે જોડાયેલા અનેક લોકો કાગડોળે રાહ જોતા હોય છે. દિલ થામ કે બૈઠિયે…તારીખની જાહેરાત થઈ ચૂકી છે.
આઇપીએલ-2024 માર્ચની 22મી તારીખે શરૂ થશે અને (લોકસભાની ચૂંટણીનું આ વર્ષ હોવા છતાં) એની તમામ મૅચો ભારતમાં જ રમાશે.

યાદ છેને, અગાઉ બે વખત ચૂંટણીને કારણે શું બન્યું હતું? 2009માં આખી આઇપીએલ સાઉથ આફ્રિકામાં રમાઈ હતી અને 2014માં અડધા ભાગની મૅચો યુએઇમાં રાખવામાં આવી હતી. 2019માં ચૂંટણી હોવા છતાં આખી આઇપીએલ ભારતમાં રમાઈ હતી.

આઇપીએલના ચૅરમૅન અરુણ ધુમાલે પીટીઆઇને કહ્યું હતું કે ‘આ વખતની આઇપીએલ બાવીસમી માર્ચે શરૂ થશે અને એની બધી મૅચો ભારતમાં જ રમાશે.’

લોકસભાની ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં યોજાવાની હોવાથી હજી સુધી આઇપીએલનું શેડ્યૂલ જાહેર નથી કરવામાં આવ્યું.

ધુમાલે પીટીઆઇને એવું પણ કહ્યું હતું કે ‘શરૂઆતમાં પહેલા 15 દિવસનું જ સમયપત્રક જાહેર કરાશે અને પછીની મૅચોનું ટાઇમટેબલ લોકસભાની ચૂંટણીના તારીખોની જાહેરાત બાદ અનાઉન્સ કરવામાં આવશે.’
લોકસભાની ચૂંટણીની તારીખો આવતા મહિનાની શરૂઆતમાં જાહેર થવાની સંભાવના છે.

આઇપીએલ બાદ ગણતરીના દિવસોમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપ શરૂ થવાનો હોવાથી આઇપીએલની ફાઇનલ મોટા ભાગે 26મી મેએ રમાશે.

ટી-20 વિશ્ર્વકપમાં ભારતની પ્રથમ મૅચ પાંચમી જૂને ન્યૂ યૉર્કમાં આયરલૅન્ડ સામે રમાવાની છે. જોકે આઇસીસી દ્વારા આયોજિત આ વર્લ્ડ કપનો આરંભ પહેલી જૂને અમેરિકા-કૅનેડા વચ્ચેની મૅચ સાથે થશે.

પરંપરા પ્રમાણે આઇપીએલની પ્રથમ મૅચ ગઈ ટૂર્નામેન્ટની બે ફાઇનલિસ્ટ ટીમ ચેન્નઈ (ચૅમ્પિયન) અને ગુજરાત (રનર-અપ)વચ્ચે રમાશે.

આ વખતની આઇપીએલ માટેનું પ્લેયર્સ-ઑક્શન ડિસેમ્બરમાં યોજાયું હતું જેમાં ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. કલકત્તાએ તેને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker