IPL 2024સ્પોર્ટસ

ભારત-પાક મેચ મારી પ્રાથમિકતા નથી, ટીમ ઈન્ડિયાના ખેલાડીનો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદઃ એક દિવસીય વર્લ્ડકપમાં ક્રિકેટપ્રેમીઓમાં સૌથી વધુ ઉત્સુકતા તો ભારત-પાકિસ્તાન મેચ માટે જોવા મળે છે. શનિવારે આ હાઈ વોલ્ટેજ મેચ પાર પડ્યા પડશે અને બંને ટીમ અત્યારે ખૂબ જ સારા ફોર્મમાં છે, જેને કારણે આ મેચ ભારે રસાકસીવાળી હશે,એવી આશા સેવાઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ ચોંકાવનારું નિવેદન આપીને ભારત-પાક મેચ પોતાની પ્રાથમિકતા ના હોવાનું જણાવ્યું હતું.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ભારત-પાક મેચ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે અમદાવાદ જઈને હું લાંબા સમયથી ઘરથી દૂર છું અને મમ્મીને ઘરે જોઈને મને સૌથી વધુ આનંદ થશે. આવું કહીને બુમરાહે ભારત-પાકિસ્તાન મેચ તેની પ્રાથમિકતા નહીં હોવાનું જણાવ્યું હતું.


બુમરાહ જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે જ તેની માતાનું નિધન થયું હતું અને તે તેની માતાની ખૂબ જ નજીક છે. અમદાવાદ પહોંચીને હું સૌથી પહેલાં મમ્મીને મળી અને એ મારા માટે સૌથી મૂળભૂત અને મહત્ત્વની વાત છે. ત્યાર બાદ બુમરાહ ભારત-પાકિસ્તાન મેચ પર ધ્યાન કેન્દ્રિત કરશે. દરમિયાન હોમ ગ્રાઉન્ડ હોવાને કારણે બુમરાહને આ પીચનો સારો એવો અનુભવ છે.


એ વિશે વાત કરતાં બુમરાહે જણાવ્યું હતું કે હું આ ગ્રાઉન્ડ પર એક પણ વનડે મેચ નથી રમ્યો પણ અહીં હું ટેસ્ટ મેચ રમ્યો છું. અહીંનું વાતાવરણ ચોક્કસ જ ઉત્સાહિત જ હશે એવો મને વિશ્વાસ છે. તેથી જ આ મેચ એકદમ રોમાંચક હશે અને હું સારું પર્ફોર્મ કરીશ એવી મને આશા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button