મુંબઈ: આઇપીએલની 17મી સીઝનની શરૂઆતની ત્રણેય મૅચ હારી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની ટીમ અને એના કરોડો ચાહકો માટે ગુડ ન્યૂઝ છે.
ટી-20 ઇન્ટરનૅશનલનો વર્લ્ડ નંબર-વન સૂર્યકુમાર યાદવે ફિટનેસ ટેસ્ટ લગભગ ક્લીયર કરી લીધી છે અને સાતમી એપ્રિલની મૅચથી અથવા ત્યાર પછીની 11 એપ્રિલની મૅચથી એમઆઇની ટીમમાં પાછો આવશે.
આ પણ વાંચો: આઇપીએલ પહેલાં જ સૂર્યકુમારની દિલ તોડતી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
સૂર્યકુમારે પગની ઘૂંટીની અને સ્પોર્ટસ હર્ણિયાની સર્જરી કરાવી હતી. તેના સ્થાને એમઆઇમાં નમન ધીરને રમાડવામાં આવે છે. સૂર્યાના કમબૅકથી ધીર કદાચ ટીમમાંથી સ્થાન ગુમાવશે તેમ જ કૅપ્ટન હાર્દિક પંડ્યાને પણ ઘણી મદદ મળશે.
સૂર્યા છેલ્લે સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં રમ્યો હતો. છેલ્લી ચાર-પાંચ સીઝનથી તે એમઆઇનો મુખ્ય બૅટર છે અને અત્યારે ટીમને તેની ખાસ જરૂર છે.
આ પણ વાંચો: આઇપીએલ પહેલાં જ સૂર્યકુમારની દિલ તોડતી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
મુંબઈની આગામી રવિવારની મૅચ વાનખેડેમાં દિલ્હી સામે રમાશે અને ત્યાર પછી 11મીની મૅચ વાનખેડેમાં જ બેન્ગલૂરુ સામે રમાશે.
Taboola Feed