IPL 2024મનોરંજનસ્પોર્ટસ

IPL-2024ના MI Captain Hardik Pandyaના સમર્થનમાં આવ્યો બોલીવૂડનો આ એક્ટર…

IPL-2024નો ફીવર અત્યારે ક્રિકેટરસિયાઓ પર છવાયેલો છે અને એમાં સૌથી વધુ ચર્ચા અને લાઈમલાઈટમાં રહેતી કોઈ ટીમ હતી તો તે Mumbai Indian’s અને એનો કેપ્ટન Hardik Pandya. હાર્દિક પંડ્યા ગ્રાઉન્ડની સાથે સાથે જ સોશિયલ મીડિયા પર પણ ટ્રોલિંગનો સામનો કરી રહ્યો છે. બંને મેચમાં મળેલા પરાભવ અને તેના નિર્ણયો ખોટા પડતાં લોકો તેને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કર્યો છે. પરંતુ હવે Bollywood Actor Sonu Soodએ Hardik Pandyaના સપોર્ટમાં આવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર હાર્દિકના સમર્થનમાં પોસ્ટ કરી છે.

આ પણ વાંચો:
ક્રાઉડ હુરિયો બોલાવે તો શું કરવું? હાર્દિકને સ્ટીવ સ્મિથે કહ્યું કે…

Actor Sonu Sood એક્ટિંગની સાથે સાથે જ સમાજસેવા પણ કરે છે જેને કારણે તે અવારનવાર લાઈમલાઈટમાં આવી જાય છે. એક્ટર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને IPL-2024માં સોનુ સૂદે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના સપોર્ટમાં આવીને એક પોસ્ટ કરી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરેલી સોનુ સૂદે લખ્યું હતું કે, આપણે લોકોએ આપણા ખેલાડીઓનું સન્માન કરવું જોઈએ. જે ખેલાડીઓએ આપણને ગૌરવ અપાવ્યું, દેશને ગૌરવ અપાવ્યું એમના વિશે એક દિવસ સારું સારું બોલો છો અને બીજા જ દિવસે એમના વિશે ઘસાતું બોલો છો. જો તમે પણ આવું કરું છું તો એમાં એ ખેલાડી નહીં પણ આપણે નિષ્ફળ ગયા છીએ એવું કહેવાય છે.

આ પણ વાંચો:
ભેટવા આવેલા મલિન્ગાને હાર્દિકે દૂર હડસેલ્યો, એમઆઇના કૅમ્પમાં મામલો બહુ ગરમ છે

સોનુ સુદે આગળ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે મને ક્રિકેટ ગમે છે. હું દરેક ક્રિકેટરને પ્રેમ કરું છું અને જે મારા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. એ ખેલાડી કઈ ફ્રેન્ચાઈઝી કે ટીમ માટે રમે છે એનાથી મને ખાસ કોઈ ફેર નથી પડતો અને નથી ફરક પડતો કે એ તે કોઈ ટીમના કેપ્ટન તરીકે રમે છે કે ટીમના 15મા ખેલાડી તરીકે રમે છે. એ આપણો રિયલ હીરો છે…


આ પણ વાંચો:
રવિવારે રોહિત પર હાર્દિકે હુકમ ચલાવ્યો, બુધવારે હિટ મૅને કૅપ્ટનને બાઉન્ડરી લાઇન પર દોડાવ્યો

જોકે, એ વાત તો સ્પષ્ટ છે કે સોનુ સુદે ભલે આ ટ્વીટમાં કોઈ ક્રિકેટરનું નામ તો નથી લખ્યું પણ તેની પોસ્ટ જોઈને સ્વાભાવિક જ કોઈને પણ ખ્યાલ આવી જાય કે તેણે હાર્દિક પંડ્યાને સપોર્ટ કરવા માટે આવું કયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા સતત ટ્રોલિંગનો સામનો કરી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button