ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન શુભમન ગિલની તબિયત અંગે મહત્વની અપડેટ મળી. શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જોકે, તે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે કઈ મેચ રમશે? એ અંગે બીસીસીઆઈ દ્વારા કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી.
ગિલ ડેન્ગ્યુથી પીડિત છે અને તેના લોહીમાં પ્લેટલેટની સંખ્યા ઓછી થઇ ગઈ હતી. આ પછી તેને ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તે હોસ્પિટલથી હોટલ પરત ફર્યો છે અને સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ પાકિસ્તાન સામેની મેચમાં તેના રમવાની શક્યતાઓ ઘણી ઓછી છે.
ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત પહેલા જ ગિલની તબિયત બગડી હતી. તેને ડેન્ગ્યુ થયો હોવાનું જાણવા મળ્યું હતું, તે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રમી શક્યો નહોતો. લોહીમાં પ્લેટલેટ્સની ઉણપ થતા ગિલને ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, હોસ્પિટલમાં એક રાત રોકાયા બાદ તેમને રજા આપવામાં આવી હતી.
સામાન્ય રીતે ડેન્ગ્યુમાંથી સાજા થવામાં 7-10 દિવસ લાગે છે, પરંતુ આ પછી ગિલ માટે ખરો પડકાર મેચ માટે ફિટ થવાનો રહેશે. જોકે, તે 19 ઓક્ટોબરે યોજાનારી ભારત-બાંગ્લાદેશમાં રમે એવી શક્યતા છે. ગિલ માટે 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન અને 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચમાં રમવું લગભગ અશક્ય છે. જો ઈશાન કિશન આ બંને મેચમાં સારું પ્રદર્શન કરે છે અને ટીમ ઈન્ડિયા જીત મેળવવામાં સફળ રહે છે તો ગિલ માટે ફરીથી પ્લેઈંગ-11માં જગ્યા બનાવવી મુશ્કેલ થઈ શકે છે. રોહિત શર્મા અધૂરી ફિટનેસ સાથે ગીલને પ્લેઈંગ 11માં સામેલ કરવાનું જોખમ નહીં લે.
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી…
Do this miraculous remedy on the night of Ganesh Chaturthi, father will fill the treasury with money...