IPL 2024

શેન વૉટ્સને ચેતવણી આપી કે, ‘ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવને જો હમણાં….’

લખનઊ: આઇપીએલની 17મી સીઝનમાં સતતપણે કલાકે 150-પ્લસ કિલોમીટરની ઝડપે બૉલ ફેંકતા લખનઊ સુપર જાયન્ટ્સના 21 વર્ષીય ફાસ્ટ બોલર મયંક યાદવે સીઝનના બે ફાસ્ટેસ્ટ બૉલ ફેંક્યા એટલે ટૉક ઑફ ધ ટાઉન બની ગયો છે.

પહેલાં તેણે પંજાબ કિંગ્સના કૅપ્ટન શિખર ધવનને કલાકે 155.8 કિલોમીટરની ઝડપે બૉલ ફેંકીને આ સીઝનનો ફાસ્ટેસ્ટ બૉલ નોંધાવ્યો અને પછી બેન્ગલૂરુ સામેની મૅચમાં એક બૉલ 156.7 કિલોમીટરની સ્પીડથી ફેંકીને પોતાનો જ વિક્રમ તોડ્યો હતો. આઇપીએલના ફાસ્ટેસ્ટ બોલર્સ (શૉન ટેઇટ-157.71, લૉકી ફર્ગ્યુસન-157.3 અને ઉમરાન મલિક-157.0)થી બહુ દૂર નથી.
મયંક નામનું તોફાન લગભગ દરેક મૅચમાં ફૂંકાવા લાગ્યું એટલે કૉમેન્ટેટરો ઉપરાંત ભૂતપૂર્વ ક્રિકેટરો પણ તેના વિશે પોતાના મંતવ્યો આપવા લાગ્યા છે.

જૉની બેરસ્ટૉ, ગ્લેન મૅક્સવેલ, કૅમેરન ગ્રીન જેવા દિગ્ગજોની વિકેટ લઈ ચૂકેલા મયંકે પંજાબ સામે 27 રનમાં ત્રણ અને બેન્ગલૂરુ સામે 14 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

આપણ વાંચો: બેન્ગલૂરુના સ્ટેડિયમને મળેલી નોટિસમાં પૂછાયું, ‘તમે કયું પાણી વાપરો છો એનો ખુલાસો કરો’

મયંક વિશે વિદેશી ખેલાડીઓ પણ કંઈક કહેવા ઉત્સુક દેખાયા છે. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડનું એવું માનવું છે કે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની આગામી ટેસ્ટ-સિરીઝ (બોર્ડર-ગાવસકર ટ્રોફી)માં મયંકને રમાડવો જોઈએ. જોકે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શેન વૉટ્સનનું જૂદું જ માનવું છે.

વૉટ્સને એક જાણીતી ઍપને કહ્યું, ‘મયંક યાદવ ટૉક ઑફ ધ ટાઉન છે, કરીઅરની શરૂઆતથી જ બોલિંગમાં તે વર્લ્ડ-ક્લાસ સ્પીડ બતાવી રહ્યો છે અને તેના જેવો વિકેટ-ટેકિંગ ફાસ્ટ બોલર મળ્યો એ બાબતમાં લખનઊની ટીમ નસીબવંતી કહેવાય. આઇપીએલ જેવા મોટા પ્લૅટફૉર્મ પર વિશ્ર્વના બેસ્ટ બૅટર્સ સામે સફળ બોલિંગ કરવી, તેમના પર પ્રભુત્વ જમાવવું અને તેમને મૂંઝવણમાં મૂકીને ડગઆઉટ ભેગા કરવા એ બહુ જ સ્પેશિયલ બાબત કહેવાય.’

મયંક વિશે વૉટ્સન એવું પણ કહે છે કે ‘તેના જેવા ઊભરતા ફાસ્ટ બોલરને ટેસ્ટ-ક્રિકેટમાં રમતો જોવો ખૂબ ગમે, પરંતુ ટેસ્ટ-મૅચ જેવા ફૉર્મેટમાં ઝડપી બોલર માટે શારીરિક રીતે જે પડકારો હોય એને પણ ધ્યાનમાં લેવા પડે. ટેસ્ટ-મૅચમાં ફ્લૅટ પિચ પર રોજની 15થી 20 ઓવર બોલિંગ કરવી પડે. આ બધુ જોતાં તેના જેવી ટૅલન્ટને આટલું જલદી ટેસ્ટ-ક્રિકેટમાં ધકેલી દેવી ઠીક ન કહેવાય. પહેલાં થોડો સમય તેને માત્ર વન-ડે તથા ટી-20 ફૉર્મેટમાં રમાડવો જોઈએ અને ટેસ્ટ-મૅચ રમવા મેદાન પર મોકલી દેવો એટલે તેના જેવી ટૅલન્ટને વેડફી નાખવા જેવી ગણાશે.

અગાઉ મેં ભારતમાં અને વિશ્ર્વના અન્ય દેશોમાં જોયું હતું કે જેવો કોઈ યુવાન ફાસ્ટ બોલર ઊભરતો હોય તો તેને ટેસ્ટ-ક્રિકેટમાં ધકેલી દેવાની વાતો થવા લાગે છે. નવયુવાન ફાસ્ટ બોલરના શરીરને પહેલાં તો મર્યાદિત ઓવરોની મૅચો રમવાની આદત પાડવા દેવી જોઈએ અને ત્યાર પછી ટેસ્ટ-ક્રિકેટ માટે મેદાન પર મોકલવો જોઈએ.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…