IPL 2024

M S Dhoniએ Hardik Pandyaને ત્રણ Six મારતાં Rohit Sharmaએ આપ્યું આવું રિએકશન…

મુંબઈ: રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી CSK Vs MIની મેચ દરમિયાન એક પછી એક અનેક રેકોર્ડ નોંધાયા હતા. CSKના એક્સ કેપ્ટન M S Dhoniનો જ જલવો જોવા મળી રહ્યો છે. હાલમાં જ્યાં જોઈએ ત્યાં બસ ધોનીના ટ્રિપલ સિક્સરનો વીડિયો અને એની જ ચર્ચા ચાલી રહી છે.

ગઈકાલે M S Dhoniએ MI સામેની મેચમાં ચાર બોલમાં 20 રન બનવ્યા હતા. એમાં પણ Dhoniએ ગઈકાલે એક પછી એક ફટકારેલા 3 સિકસની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. દરમિયાન સોશિયલ મીડિયા પર Dhoniએ Hardik Pandyaની ઓવરમાં મરેલા આ સિકસ પર MIના એક્સ કેપ્ટન Rohit Sharmaનું રિએકશન વાઈરલ થઈ રહ્યું છે. આવો જોઈએ કે આખરે એવું તે શું રિએકટ કર્યું Hit-Man Rohit Sharmaએ…

https://twitter.com/SPORTYVISHAL/status/1779537633888407847

Mahiએ MIના આ નવા નવા કેપ્ટન બનેલા Hardik Pandyaને બેક ટુ બેક 3 Six ફટકાર્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. માહીએ જ્યારે Hardik Pandyaની 20મી ઓવરના પહેલાં બોલ પર Six મારી ત્યારે Rohit Sharmaના ચહેરા પર સ્માઈલ જોવા મળી હતી અને Rohit Sharmaના આ રિએકશનનો વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ આ વીડિયો પર લાઈક અને જાત જાતની કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
વાત કરીએ Rohit Sharmaના પરફોર્મન્સની તો તેણે 63 બોલમાં 11 ચોગ્ગા અને 5 Sixની મદદથી 103 રન બનાવ્યા હતા. Rohit Sharmaની આ સદી પણ MIની ટીમને જીત અપાવી શકી નહોતી.

અત્રે ઉલ્લેખનીય માહીએ IPL 2024ની શરુઆતમાં જ CSKની કેપ્ટનશિપ છોડી દીધી હતી અને ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવ્યો હતો. ગઈ સીઝનમાં M S Dhoniએ ઘૂંટણમાં ઈજા હોવા છતાં પણ CSKને ચેમ્પિયન બનાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button