મુંબઈ: વાનખેડેમાં એપ્રિલના ભર બપોરના તડકામાં દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની મૅચ શરૂ થઈ એ પહેલાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાએ રિલાયન્સ ફાઉન્ડેશન આયોજિત સ્પેશ્યલ મૅચ નિમિત્તે ક્રિકેટ ચાહક ભૂલકાંઓને અનુલક્ષીને વીડિયો મારફતે ખાસ સંદેશ બહાર પાડ્યો હતો.
આ પણ વાંચો:કોહલીની સદીને વખાણ્યા પછી સેહવાગે તેની કઈ ભૂલ બતાડી?
પાછલી ત્રણેય મૅચ વખતે હાર્દિકનો હુરિયો બોલાવવામાં આવતા વાતાવરણ ગરમ હતું, પરંતુ રવિવારે ૧૮,૦૦૦ બાળકોની હાજરીમાં શાંત વાતાવરણમાં મૅચ શરૂ થઈ એ અગાઉ એમઆઇના બીજા પ્લેયરો સાથેના વીડિયોમાં સુકાની હાર્દિકે જણાવ્યું, ‘દર વર્ષે હજારોની સંખ્યામાં બાળકો સ્ટેડિયમમાં આવીને અમારો ઉત્સાહ વધારતા હોય છે એ જોવું અમને ખૂબ ગમે છે. અમે જીતીશું એવી આશા સાથે કહીશ કે વી વિલ મેક ધેઇર ડે.’
આ પણ વાંચો: 50 લાખ રૂપિયાવાળો શેફર્ડ બેકાબૂ: 4, 6, 6, 6, 4, 6ના ધમાકા જોઈને હાર્દિક ઊભો થઈ ગયો, સચિન પણ આફરીન
રોહિતે મેસેજમાં કહ્યું, ‘અમને ખાતરી છે કે સ્ટેડિયમમાં હાજર દરેક બાળકની સ્ટોરી પ્રેરણાદાયક હશે જ. આમાંના ઘણા બાળકોની સ્ટોરી મેં સાંભળી છે અને હું ઉત્સાહિત થયો છું. તેઓ સ્ટેડિયમમાં જરૂર ભરપૂર આનંદ મેળવશે અને તેઓ ખુશમિજાજ રહીને જ પાછા જાય એની જવાબદારી અમે નિભાવીશું.’
ખરેખર, મુંબઈની ટીમે મેચની રોમાંચક શરૂઆત કરી હતી. રોહિત અને ઈશાન કિશને છગ્ગા-ચોક્કાનો વરસાદ વરસાવીને ૮૦ રનની ધમાકેદાર ભાગીદારી કરી હતી.
Taboola Feed