Ravindra Jadejaએ Rivaba Jadejaની પોસ્ટ કરી એવી કમેન્ટ કે…

હાલમાં તો ક્રિકેટલવર્સ માટે IPL-2024નો ખુમાર છવાયેલો છે અને Ravindra Jadeja તો છેલ્લી કેટલીય સિઝનથી ચેન્નઈ સુપર કિંગ્સ CSKની ટીમનો મહત્ત્વનો સદસ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2023માં જાડેજાએ જ લાસ્ટ બોલ પર ચોક્કો મારીને ટીમને જિતાડી દીધી હતી. આ શાનદાર જિત બાદ ટીમના કેપ્ટન MS Dhoniએ જે રીતે તેને ગળે લગાડીને ઉંચકી લીધો હતો એ તો કોઈ કઈ રીતે ભૂલી શકે?
CSKના નવા નવા કેપ્ટન ઋુતુરાજ ગાયકવાડે પોતાની ટીમને છઠ્ઠી વખત ચેમ્પિયન બનાવવા માટે ધોનીની સાથે સાથે જાડેજા પર પણ આધાર રાખવો પડશે. ખેર આ બધી તો થઈ ગેમની વાત. પણ આપણે અહીં વાત કરવાના છીએ જાડેજાની પર્સનલ લાઈફ વિશે…
આપણ વાંચો: IPL-2024: ગઈકાલે કોણે રોકી હતી MI VS GTની મેચ? વીડિયો થયો વાઈરલ…
વાત જાણે એમ છે કે હાલમાં Ravindra Jadeja સોશિયલ મીડિયા પર પત્ની Rivaba Jadejaની પોસ્ટ પર કરેલી એક કમેન્ટને કારણે લાઈમલાઈટમાં આવી ગયા છે. વાત જાણે એમ છે કે હાલમાં જ રિવાબા જાડેજાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો જેના બેકગ્રાઉન્ડમાં સીએસકેની જર્સી પહેરેલો જાડેજાનો ફોટો હતો. જ્યારે રિવાબાએ જે ટીશર્ટ પહેર્યું હતું જેના પર Hukum લખેલું હતું.
જાડેજાએ રિવાબાની આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે મારા હુકુમ હૈ કિ રૂમ આઓ જલ્દી… રિવાબા અને જાડેજાની આ ક્યૂટ જોડી ખૂબ જ પસંદ આવી રહી છે. રિવાબા આઈપીએલમાં સીએસકેની દરેક મેચ જોવા પહોંચે છે અને ગયા વર્ષે તો રિવાબા અને રવિન્દ્ર જાડેજાનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો જેમાં તે પગે પડતી જોવા મળી હતી. રિવાબાની વાત કરીએ તો તેઓ ગુજરાતના જામનગરની સીટ પરથી ભાજપના વિધાનસભ્ય છે.