IPL 2024

ટીમ ઇન્ડિયા માટેની રેસ: શિવમ સામે હાર્દિક કેવી રીતે રેસ જીતી શકે?

મુંબઈ/ચેન્નઈ: આઇપીએલની 17મી સીઝન પછી તરત જ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20નો વર્લ્ડ કપ રમાશે એટલે એમાં સ્થાન મેળવવા માટેની હરીફાઈ આઇપીએલમાં જોવા મળી રહી છે. વિશ્ર્વકપ માટે ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડ નક્કી કરવા સંબંધમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા સહિત મોટા ભાગના પ્લેયર્સનું સિલેક્શન લગભગ નક્કી જ છે, પણ કેટલાકે એમાં સ્થાન મેળવવા આઇપીએલમાં હજી ઘણું પુરવાર કરવાનું બાકી છે.

ખાસ કરીને ઑલરાઉન્ડર્સે કપરી કસોટી આપવાની છે. લગભગ શિવમ દુબે અને હાર્દિક પંડ્યામાંથી કોઈ એકને જ વર્લ્ડ કપની ટિકિટ મળી શકશે. તો આવો જાણીએ તેમની વચ્ચે કેવી હરીફાઈ થઈ રહી છે!

આઇપીએલની આ સીઝનનો ફર્સ્ટ-હાફ પૂરો થઈ ગયો છે. કેટલાક ક્રિકેટ-નિષ્ણાતોએ તો અત્યારથી જ હાર્દિકનો છેદ ઉડાડી દીધો છે. ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ કહ્યું છે કે ‘લેફ્ટ-હૅન્ડ બૅટર શિવમ દુબેને બૅટિંગના જોરે વર્લ્ડ કપમાં રમવા મળી શકે એમ છે. જોકે તેનું જો સિલેક્શન નહીં થાય તો એ માટે સીએસકેનું ટીમ-મૅનેજમેન્ટ જવાબદાર ગણાશે, કારણકે તે બહુ સારો પેસ બોલર હોવા છતાં તેને આઇપીએલમાં બોલિંગ જ નથી અપાઈ.’

આપણ વાંચો: એકાનામાં ધોનીના દિવાના થયા ફેન્સ, આ રીતે તેમણે ચાહકોનો આભાર વ્યક્ત કર્યો

શિવમે આઇપીએલની વર્તમાન સીઝનમાં અત્યાર સુધીમાં આઠ મૅચમાં 311 રન બનાવ્યા છે અને તમામ બૅટર્સમાં છઠ્ઠા-સાતમા નંબરે છે, 66 અણનમ તેનો ટૉપ-સ્કોર છે, તેના નામે ત્રણ હાફ સેન્ચુરી છે, 169.94 તેનો સ્ટ્રાઇક-રેટ છે, 51.83 તેની બૅટિંગ-ઍવરેજ છે, તેણે બાવીસ સિક્સર અને ત્રેવીસ ફોર ફટકારી છે.

બીજી તરફ, મુંબઈની ટીમના કૅપ્ટન અને રાઇટ-હૅન્ડ બૅટર હાર્દિક પંડ્યાએ આઠ મૅચમાં માત્ર 151 રન બનાવ્યા છે, પરંતુ તેણે પોતે ચર્ચાસ્પદ ફિટનેસ વચ્ચે થોડી-ઘણી બોલિંગ કરી છે અને ચાર વિકેટ લીધી છે જેને કારણે કદાચ તે શિવમને વર્લ્ડ કપ માટેની રેસમાં પાછળ રાખી શકે. હાર્દિકનો સ્ટ્રાઇક-રેટ 142.45, બૅટિંગ-ઍવરેજ માત્ર 21.57 છે અને તેના નામે માત્ર સાત સિક્સર તથા બાર ફોર છે.

હાર્દિકે આઇપીએલમાં અત્યાર સુધીમાં કુલ મળીને 131 મૅચમાં કુલ 57 વિકેટ લીધી છે, પરંતુ 8.97નો ઇકોનોમી-રેટ તેના માટે સારો ન કહેવાય.

શિવમ દુબેએ આઇપીએલમાં ખાસ કંઈ બોલિંગ કરી જ નથી અથવા તો તેને બોલિંગ અપાઈ જ નથી એવું કહીએ તો પણ ખોટું નથી. અગાઉ તે બેન્ગલૂરુ અને રાજસ્થાનની ટી મ વતી રમ્યો હતો. તેણે ટી-20 ફૉર્મેટમાં આઇપીએલ સહિતની કુલ 130 મૅચમાં 45 વિકેટ લીધી છે.

હાર્દિક-શિવમ વચ્ચે માત્ર આઇપીએલની સરખામણી કરીએ તો હાર્દિકે 131 મૅચમાં 2,460 રન અને શિવમે તેનાથી અડધાથી પણ ઓછી 59 મૅચમાં 1,417 રન બનાવ્યા છે. બન્નેની બૅટિંગ-ઍવરેજ અને સ્ટ્રાઇક-રેટ લગભગ એકસમાન છે. જોઈએ હવે આ સીઝનની બાકીની મૅચોમાં કોણ કેવું રમે છે અને કોને વર્લ્ડ કપમાં રમવા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker