
ઈસ્લામાબાદઃ ભારતના ઘરઆંગણે રમાઈ રહેલા આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોરદાર ટક્કર થશે. વર્લ્ડ કપની અન્ય મેચમાં પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, શ્રી લંકા જેવી મજબૂત ટીમ બહાર થવાથી અપસેટ સર્જાયા છે, જેમાં છેલ્લે છેલ્લે ઈંગ્લેન્ડ સામે હારી ગયા પછી પાકિસ્તાનની ટીમ પર પાકિસ્તાનીઓની નારાજગી વધી છે.
પાકિસ્તાનના સુકાની બાબર આજમની સુકાનીવાળી ટીમે નવમાંથી ચાર મેચ જીત્યા હોવા છતાં ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ છે, જેમાં પાકિસ્તાનની ટીમ ઈસ્લામાબાદ પહોંચ્યા પછી ટીમના બોલર કોચ મોર્ને મોર્કલે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે.
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કોચ અને બોલર મોર્કલે પાકિસ્તાનની ટીમ સાથે છ મહિનાથી વધુ સમયગાળા માટે કરાર કર્યા હતા, જેમાં જૂન મહિનામાં કોચપદ સંભાળ્યું હતું. કોચપદે પાકિસ્તાનની ટીમે શ્રીલંકા પ્રવાસ વખત પહેલી ટેસ્ટ સિરીઝ રમ્યા હતા.
આઈસીસી વર્લ્ડ કપમાં નબળા પ્રદર્શન પછી હવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પાકિસ્તાન જશે. 14મી ડિસેમ્બરથી આ પ્રવાસ ચાલુ થશે, જેમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમાડવામાં આવશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં નવા કોચની જાહેરાત કરશે. ભારતથી પાકિસ્તાન માટે ત્રણ ફેઝમાં ટીમના પ્લેયર પાકિસ્તાન રવાના થયા હતા, જેમાં પહેલી બેચમાં 11 પ્લેયર તથા રાતના બાકી પ્લેયર પછી મોકલવામાં આવ્યા હતા. તમામ ખેલાડીઓએ યુએઈથી ફ્લાઈટ લઈને પાકિસ્તાન પહોંચ્યા હતા.
22મી નવેમ્બરે હસન અલી પાકિસ્તાન જશે, જ્યારે પાકિસ્તાનની ટીમના કોચ મિકી આર્થર 13થી 16મી નવેમ્બર સુધી યુએઈમાં રોકાશે, ત્યારબાદ 16મી નવેમ્બરના લાહોર માટે રવાના થશે. મોર્કેલે રાજીનામું આપ્યા પહેલા 53 વર્ષના ચીફ સિલેક્ટર ઈઝમામ ઉલ હકે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા.