IPL 2024

મુંબઈએ આવતી કાલે હૈદરાબાદમાં સાઉથ આફ્રિકનોથી ચેતવું પડશે

હૈદરાબાદ: મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પોતપોતાની પ્રથમ મૅચ રોમાંચક અંત દરમ્યાન હારી ગઈ અને હવે બુધવારે (સાંજે 7.30 વાગ્યાથી) આ જ બે ટીમ આ વખતની ટૂર્નામેન્ટમાં પ્રથમ વિજય મેળવવા મરતે દમ તક લડશે. જોકે આ મુકાબલો પૅટ કમિન્સની ટીમ માટે હોમ-ગ્રાઉન્ડ પર હોવાથી હાર્દિક પંડ્યાની ટીમે ખૂબ સમજદારી તથા સતર્કતાથી અને પૂરા જોશથી રમવું પડશે.

મુંબઈની ટીમે ખાસ કરીને હૈદરાબાદની ટીમના કેટલાક સાઉથ આફ્રિકન ખેલાડીઓ (બૅટર્સ હિન્રિચ ક્લાસેન તથા માર્કરમ અને ફાસ્ટ બોલર માર્કો યેન્સેન) સામે સાવધ રહેવું પડશે.

વિશેષ કરીને વિકેટકીપર ક્લાસેન જેણે શનિવારે કોલકાતા સામે આઠ સિક્સરની મદદથી 63 રન બનાવ્યા હતા અને મૅચના સેક્ધડ-લાસ્ટ બૉલ પર તે આઉટ ન થયો હોત તો તેણે હૈદરાબાદને જિતાડી જ દીધું હોત.

આપણ વાંચો: IPL-2024માં હાર્દિક પંડ્યાને લઈને આવી આ મહત્ત્વની અપડેટ…

પાંચ વખત ચૅમ્પિયન બનેલા મુંબઈએ હૈદરાબાદ સામે પોતાના કેટલાક વ્યૂહ બદલીને રમવું પડશે. ખાસ કરીને હાર્દિકે સાતમા નંબરને બદલે ઉપલા ક્રમે રમવું પડશે.

કીરૉન પોલાર્ડે મંગળવારે કહ્યું કે રવિવારે ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં હાર્દિકે સાતમા નંબર પર રમવું એ સામૂહિક રીતે લીધેલો નિર્ણય હતો. જોકે હાર્દિકે રવિવારે ગુજરાત સામે કરેલી ભૂલ સુધારી લેવી પડશે.

મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે આઇપીએલમાં કુલ 21 મૅચ રમાઈ જેમાંથી મુંબઈ 12 અને હૈદરાબાદ નવ મૅચ જીત્યું છે. મુંબઈ સામે હૈદરાબાદનું હાઈએસ્ટ ટોટલ 200 રન અને હૈદરાબાદ સામે મુંબઈનું સૌથી મોટું ટોટલ 235 રન છે.
હૈદરાબાદની બૅટિંગ પિચ પટ્ટો હોવાથી અને એના પર પુષ્કળ રન થવાની સંભાવના રહેવાથી બોલર્સ માટે આ પિચ પડકારરૂપ હોવા બદલ આ પિચ ટીકાનું કેન્દ્ર બની ચૂકી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો