મૈં ભી કોહલી… તું ભી કોહલી… વિરાટ કોહલીના જન્મ દિવસ અને સેન્ચ્યુરીની ઉજવણી માટે ઇડન ગાર્ડન સજ્જ

કોલકત્તા: આવતી કાલે એટલે કે રવિવારે સિટી ઓફ જોય કોલકત્તાના ઇડન ગાર્ડનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મહામુકાબલો યોજાનાર છે. આ મહામુકાબલા માટે કોલત્તાના ઇડન ગાર્ડન પર જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે. આ મેદાન પર ટીમ ઇન્ડિયા માટે જીત જેટલી મહત્વની હશે તેટલો જ મહત્વનો વિરાટ કોહલીનો જન્મ દિવસ અને લાંબી પ્રતિક્ષામાં રહેલ તેની 49મી સેન્ચ્યુરી પણ હશે.
આ પાર્શ્વભૂમી પર બંગાળ ક્રિકેટ એસોસિએશન દ્વારા વિરાટ કોહલીના જન્મ દિવસે નિમિત્તે અને તેની સેન્ચ્યુરી માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ન ભૂતો ન ભવિષ્યતી એ રીતે વિરાટ કોહલીનો જન્મ દિવસ મનાવવામાં આવે એ માટે બંગાળ ક્રિકેટ એસોશિએશન તૈયારીમાં લાગી ગયું છે.
મેદાન પર લગભગ 70,000 દર્શકો વિરાટ કોહલીનો માસ્ક પહેરીને બેસશે. તેથી ઇડન ગાર્ડન માત્ર અને માત્ર કોહલીમય જ દેખાશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. વિરાટ કોહલીનો 35મો જન્મ દિવસ યાદગાર બનાવવા માટે માસ્ક મફત વહેંચવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મેચની બધી જ ટિકીટો વેચાઇ ગઇ છે. તેથી આ સ્ટેડિયમમાં એક લાખ કરતાં વધુ પ્રેક્ષકો હોવાનો અંદાજો છે.
માસ્ક આપતા પહેલાં બંગાળ ક્રિકેટ અસોસિએશન દ્વારા જન્મ દિવસ નિમિત્તે કેક કાપવામાં આવશે. ઉપરાંત વિરાટને સ્મૃતિચિન્હ આપીને સન્માનિત પણ કરવામાં આવશે. વર્લ્ડકપમાં વિરાટ એકદમ ફોર્મમાં છે. તે ત્રણ વાર સેન્ચ્યુરી ચૂકી ગયો છે. નહીં તો તેણે આ વર્લ્ડકપમાંસેન્ચ્યુરીની હાફ સેન્ચ્યુરી કરી હોત.
જો આવતી કાલની મેચમાં વિરાટ સદી ફટકારે તો તે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની બરાબરીએ પહોંચશે. તેથી આ ક્ષને યાદગાર બનાવવા માટે બંગાળ ક્રિકેટ એસોશિએશન દ્વારા કોઇ કસર બાકી રાખવામાં આવી નથી. તેથી હવે આવતી કાલની મેચ માટે બધા જ ઉત્સુક છે.