IPL 2024સ્પોર્ટસ

IPL-24 : રવિવારે કોલકાતા-હૈદરાબાદ (KKR – SRH) ફાઇનલ: ચેન્નઈનું હવામાન કેવું છે? મૅચ ધોવાઈ જાય તો વિજેતા કોણ?

ચેન્નઈ: કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રવિવારે (સાંજે 7.30 વાગ્યાથી) ચેપૉકના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આઇપીએલની 17મી સીઝનની ફાઇનલ રમાશે. 26મી મેના આ દિવસે ચેન્નઈમાં હવામાન કેવું રહેશે? વરસાદ, વંટોળ તથા ખરાબ વાતાવરણને લીધે જો આ મૅચ રદ કરવી પડે તો કઈ ટીમને વિજેતા ઘોષિત કરાશે? તો ચાલો, આ અને બીજી મહત્ત્વની બાબતો વિશે જાણીએ.

ગયા અઠવાડિયે બેન્ગલૂરુ અને ચેન્નઈ વચ્ચે પ્લે-ઑફની ચોથી ટીમ બનવા માટેની જે મૅચ રમાઈ હતી એ પહેલાં ગૂગલ પર ‘બેન્ગલૂરુમાં હવામાન’ આ કીવર્ડ સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવ્યો હતો. હવે રવિવારે સાંજે ફાઇનલ રમાવાની છે એ પહેલાં ‘ચેન્નઈમાં હવામાન’ આ કીવર્ડ સૌથી વધુ વખત સર્ચ કરાશે.

ચેન્નઈમાં રવિવારે વરસાદને લીધે મૅચ બગડવાની સંભાવના ઓછી છે, પરંતુ ‘રેમલ’ વંટોળને કારણે બાજી બગડી શકે એમ છે. શનિવારે આ વંટોળ ચેન્નઈથી 1,500 કિલોમીટર દૂર હતો એટલે ખાસ કોઈ નુકસાનની શક્યતા નહોતી, પરંતુ અમુક રીતે વિપરીત અસર થઈ શકે. જેમ કે આકાશ વાદળિયું રહેશે અને પવન પણ ફૂંકાશે એ જોતાં રમત પર ખાસ કરીને બોલિંગમાં એની અસર થઈ શકે.

આ પણ વાંચો: IPL-24 : રાજસ્થાન (RR)ની પેસ-ત્રિપુટીના આક્રમણ છતાં હૈદરાબાદ (SRH)નો 175 રનનો પડકારરૂપ સ્કોર

જો રવિવારે કોઈ કારણસર મૅચ ન રમાય તો રિઝર્વ ડેએ (સોમવારે) રમાશે. જો રવિવારે રમત શરૂ થઈ ગઈ હશે, પણ કોઈ કારણસર અધૂરી રહેશે તો જ્યાંથી અટકી હશે ત્યાંથી સોમવારે શરૂ થશે. રવિવારે ફાઇનલ પૂરી કરવા માટે વધારાની 120 મિનિટની પણ જોગવાઈ છે. જો એ પણ સંભવ નહીં હોય તો મૅચ સોમવાર પર જશે.

જોકે સોમવારે (રિઝર્વ ડેએ) પણ મૅચ નહીં રમાય તો પૉઇન્ટ્સ-ટેબલ પર આગળ રહેનાર ટીમને વિજેતા જાહેર કરાશે. એવું થશે તો કોલકાતા પૉઇન્ટ્સ-ટેબલમાં 20 પૉઇન્ટ સાથે મોખરે હોવાથી ચૅમ્પિયન ઘોષિત કરાશે. એ સ્થિતિમાં કોલકાતાની ટીમ (2012 અને 2014 બાદ હવે 2024ના) ત્રીજા ટાઇટલ સાથે આઇપીએલની ત્રીજા નંબરની સૌથી સફળ ટીમ બનશે.

અહીં ખાસ જણાવવાનું કે 2023ની સીઝનમાં અમદાવાદમાં ચેન્નઈ-ગુજરાત વચ્ચે રવિવાર, 28મી મેએ ફાઇનલ હતી ત્યારે વરસાદ તથા ખરાબ હવામાનને લીધે સોમવારનો રિઝર્વ-ડે વપરાયો હતો અને એ દિવસે પણ પૂરી રમત નહોતી થઈ શકી અને ત્રીજા દિવસે (સોમવારની મધરાત બાદ 1.35 વાગ્યે) મૅચનું પરિણામ આવ્યું હતું જેમાં રવીન્દ્ર જાડેજાએ છેલ્લા બૉલે વિનિંગ ફોર ફટકારીને ચેન્નઈને પાંચમુ ટાઇટલ અપાવ્યું હતું.

હૈદરાબાદ એક વાર (2016માં) ટાઇટલ જીત્યું હોવાથી એને રવિવારે બીજી ટ્રોફી જીતવાની તક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ