કિંગ કોહલી ફક્ત છ રન બનાવીને નવો ઇતિહાસ રચી દેશે
ચેન્નઈ: કિંગ કોહલીનું બે મહિના બાદ ફરી મેદાન પર આગમન થઈ રહ્યું છે અને તેના હાથમાં ફરી બૅટ જોવા મળે એને ગણતરીના કલાક બાકી છે.
આઇપીએલની 17મી સીઝનમાં આજે પહેલો મુકાબલો બૅન્ગલોર અને ચેન્નઈ વચ્ચે છે અને એમાં કોહલીને ભારતીય ખેલાડીઓમાં નવો ઇતિહાસ રચવા માટે માત્ર છ રનની જરૂર છે.
આપણ વાંચો: IPL 2024: આઇપીએલના નવા કરોડપતિઓ પર એક નજર
આઇપીએલ સહિત સમગ્ર ટી-20 ક્રિકેટમાં આરસીબીના સુપરસ્ટાર બૅટર કોહલીએ કુલ 11,994 રન બનાવ્યા છે અને 12,000 રનના જાદુઈ આંકડા સુધી પહોંચવા ફક્ત છ રન ખૂટે છે.
કોહલી શરૂઆતમાં જ સિક્સર ફટકારશે તો શાનથી 12,000મો રન પૂરો કરી લેશે, પરંતુ ચોક્કાથી કે એકાદ-બે રન દોડીને રન બનાવશે તો તેના કરોડો ચાહકોએ થોડી વધુ રાહ જોવી પડશે. હા, છ રન બનશે એટલે તે ટી-20 ક્રિકેટમાં 12,000 રન બનાવનાર વિશ્ર્વનો છઠ્ઠો અને ભારતનો પ્રથમ ખેલાડી બની જશે.
કોહલીએ 11,994 રનમાંથી 4037 રન ભારત વતી રમેલી ટી-20 ઇન્ટરનૅશનલ મૅચોમાં બનાવ્યા છે.
બીજું, કોહલી આજે કુલ 15 રન બનાવશે એટલે આઇપીએલમાં સીએસકે સામે તેણે કુલ 1000 રન પૂરા કર્યા કહેવાશે.
તાજેતરમાં જ બીજા બાળકના પિતા બનેલા કોહલીએ 2023ની આઇપીએલમાં 639 રન, 2022માં 341 રન અને 2021માં 405 રન બનાવ્યા હતા. 2016ની આઇપીએલ તેના માટે સર્વશ્રેષ્ઠ હતી. એમાં તેણે હાઇએસ્ટ 973 રન બનાવ્યા હતા. આ વખતે તે બેસ્ટ પર્ફોર્મ કરશે એવી આરસીબીના ભૂતપૂર્વ ખેલાડી એબી ડિવિલિયર્સને ખાતરી છે.
આપણ વાંચો: આઇપીએલમાં કેપ્ટન તરીકે વિરાટે ફટકાર્યા સૌથી વધુ રન, જીત મામલે ધોની નંબર 1
ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારાઓમાં શોએબ મલિકની એકેય સેન્ચુરી નથી
(1) ક્રિસ ગેઇલ: 463 મૅચ, 14562 રન, 36.22ની ઍવરેજ, 22 સેન્ચુરી, 88 હાફ સેન્ચુરી
(2) શોએબ મલિક: 542 મૅચ, 13360 રન, 36.40ની ઍવરેજ, 83 હાફ સેન્ચુરી
(3) કીરૉન પોલાર્ડ: 660 મૅચ, 12900 રન, 31.46ની ઍવરેજ, 1 સેન્ચુરી, 59 હાફ સેન્ચુરી
(4) ઍલેક્સ હેલ્સ: 449 મૅચ, 12319 રન, 29.68ની ઍવરેજ, 6 સેન્ચુરી, 78 હાફ સેન્ચુરી
(5) ડેવિડ વૉર્નર: 370 મૅચ, 12065 રન, 37.12ની ઍવરેજ, 8 સેન્ચુરી, 101 હાફ સેન્ચુરી
(6) વિરાટ કોહલી: 376 મૅચ, 11994 રન, 41.21ની ઍવરેજ, 8 સેન્ચુરી, 91 હાફ સેન્ચુરી