IPL 2024સ્પોર્ટસ

IPL CSK VS RR: ચેન્નઇએ રાજસ્થાનને 5 વિકેટે હરાવ્યું

ચેન્નઈ તરફથી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે સૌથી મોટી ઇનિંગ

ચેન્નઇઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રિયાન પરાગની 35 બોલમાં 47 રનની અણનમ ઈનિંગની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 141 રન કર્યા હતા. જેના જવાબમાં ચેન્નઈએ 18.2 ઓવરમાં પાંચ વિકેટે 145 રન કરીને જીત નોંધાવી હતી.

ચેન્નઈ માટે કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 41 બોલમાં 42 રનની અણનમ ઈનિંગ રમી અને ટીમને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને બે વિકેટ ઝડપી હતી.

આ જીત સાથે ચેન્નઈએ પ્લેઓફની રેસમાં પોતાનો દાવો મજબૂત કર્યો હતો અને પોઈન્ટ ટેબલમાં ટોપ ચારમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. ચેન્નઈની ટીમ 13 મેચમાં સાત જીત અને છ હાર સાથે 14 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે રાજસ્થાનની ટીમ 12 મેચમાં 8 જીત અને 4 હાર સાથે 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

ચેન્નઈ તરફથી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે સૌથી મોટી ઇનિંગ રમી અને 41 બોલમાં 1 ફોર અને 2 સિક્સરની મદદથી 42 રન કર્યા હતા. દરમિયાન રાજસ્થાન તરફથી રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. રાજસ્થાનની આ સતત ત્રીજી હાર હતી. આવી સ્થિતિમાં રાજસ્થાનને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે બેમાંથી એક મેચ જીતવી પડશે. બીજી તરફ ચેન્નઈએ પણ પોતાની છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે.

142 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈને કેપ્ટન ગાયકવાડ અને રચિન રવિન્દ્રએ સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 32 રન (22 બોલ)ની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીનો અંત ચોથી ઓવરમાં થયો હતો. રચિને 18 બોલમાં 1 ફોર અને 2 સિક્સરની મદદથી 27 રન કર્યા હતા. ત્યારબાદ ટીમને બીજો ઝટકો 8મી ઓવરમાં ડિરેલ મિશેલના રૂપમાં લાગ્યો હતો. મિશેલે 13 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 22 રન કર્યા હતા.

ત્યાર બાદ ટીમે 12મી ઓવરમાં આઉટ થયેલા મોઈન અલીના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. મોઈને 13 બોલમાં માત્ર 10 રન કર્યા હતા. ત્યારબાદ અશ્વિને 14મી ઓવરના છેલ્લા બોલ પર શિવમ દુબેને આઉટ કર્યો હતો.

શિવમે 11 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 18 રન કર્યા હતા. આ પછી ચેન્નઈને પાંચમો ફટકો રવિન્દ્ર જાડેજાના રૂપમાં લાગ્યો હતો આ પછી ગાયકવાડ અને સમીર રીઝવીએ છઠ્ઠી વિકેટ માટે અણનમ 24 રનની ભાગીદારી કરી ટીમને વિજય અપાવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs… રિહાના બાદ હવે જોવા મળશે શકીરાનો જલવો