IPL 2024

આઈપીએલ: ચેન્નઈ સુપર કિંગના કેપ્ટને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને લોકોને ચોંકાવ્યા!

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની 22મી માર્ચથી શરુ થઈ રહી છે, જેમાં સિઝનની સૌથી પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સની વચ્ચે રમાડવામાં આવશે. આ આઈપીએલ પૂર્વે દિગ્ગજ વિકેટકિપર અને ચેન્નઈ સુપર કિંગ (સીએસકે)ના કેપ્ટન એમએસ ધોનીએ સોશિયલ મીડિયા પર પોતાના મનની વાત લખીને ચાહકોને ખુશ કરી દીધા છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા ધોની ઉર્ફે ‘માહિ’ને લઈને તેના ચાહકો પણ તેની ક્રિકેટમાં વાપસી મુદ્દે રાહ જોઈ રહ્યા છે, ત્યારે ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન ધોનીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તે નવા રોલ રાહ જોઈ રહ્યો છે.

42 વર્ષના ધોનીએ ફેસબુક પર લખ્યું છે કે નવી સિઝન અને નવા રોલનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું. સ્ટે ટ્યુન્ડ. ગણતરીના કલાકોમાં ધોનીની પોસ્ટ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે, જ્યારે તેના પર હજારો યૂઝરે પણ પ્રતિક્રિયા આપી છે. એટલું જ નહીં, અમુક યૂઝરે તો ધોની ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવાની શુભેચ્છા આપી હતી. આ અગાઉ ચેન્નઈ સુપર કિંગના ઓપનર ડેવોન કોનવે ઈજાગ્રસ્ત હોવાથી આઈપીએલમાં રમી શકશે નહીં એવું જાણવા મળ્યું હતું.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોનીએ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કર્યું હતું. ફક્ત આઈપીએલમાં એક્ટિવ છે. ધોનીએ કેપ્ટનશિપ હેઠળ ચેન્નઈને પાંચ વખત ટ્રોફીની ભેટ આપી હતી. ચેન્નઈ સુપરકિંગ્સે આઈપીએલ 2023માં ગુજરાત ટાઈટન્સને હરાવીને પાંચમી વખત ટ્રોફી પર કબજો મેળવ્યો હતો.

આઈપીએલમાં સૌથી સફળ કેપ્ટન તરીકે ધોનીનું નામ મોખરે છે. એના સિવાય મુંબઈ ઈન્ડિયન્સનો (પૂર્વ કેપ્ટન) રોહિત શર્માએ પાંચ વખત જીત મેળવી છે. આમ છતાં આ વખતની સિઝનમાં રોહિતનો રેકોર્ડ બ્રેક કરી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિતને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે.

મહેન્દ્રસિંહ ધોનીને ચેન્નઈ સુપરકિંગ્સે 2008માં 1.5 મિલિયન ડોલરથી ખરીદ્યો હતો, જે 2008નો સૌથી મોંઘો ખેલાડી હતો. 2016 અને 2017ની સિઝનને બાદ કરતા તમામ સિઝનમાં ધોની રમ્યો છે. ધોની કુલ 250 આઈપીએલની મેચ રમ્યો છે, જેમાં 5,082 રન સાથે 24 હાફ સેન્ચુરી કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…