IPL-2024: આ પાંચ ખેલાડીઓ આ વર્ષે RCBને પહેલી વખત ટાઈટલ જિતાડશે?

IPL શરૂ થવાને હવે ગણતરીના જ દિવસોની વાર છે ત્યારે તમામ ટીમના સપોર્ટર્સ અત્યારથી જ તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે અને એવી પ્રાર્થના કરી રહ્યા હશે કે આ વખતે તો તેમની ફેવરેટ ટીમ જ ટાઈટલ જિતે. IPLની વાત થઈ રહી હોય અને એમાં પણ ખાસ કરીને RCB એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું લક ખૂબ જ ખરાબ છે, કારણ કે આ ટીમ અત્યાર સુધી એક પણ વખત ટાઈટલ જિતી શકી નથી.
પરંતુ આ વખતે RCBના ફેન્સ થોડા આશાસ્પદ છે અને એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે આ વખતે ટીમના પાંચ ખેલાડીઓ કદાચ અત્યાર સુધીનો ઈતિહાસ બદલશે અને RCBને ટાઈટલ જિતાડી શકે છે. આવો જોઈએ કોણ છે આ પાંચ ખેલાડીઓ અને કેમ તેમના પાસેથી આવી અપેક્ષા સેવાઈ રહી છે.
કેપ્ટન ફાફ ડુ પ્લેસિસઃ
આ પહેલાં આરસીબીની કેપ્ટનશિપ ટીમ ઈન્ડિયાના કિંગ કોહલી એટલે કે વિરાટ કોહલી પાસે હતી પણ વિરાટે કેપ્ટન્સી છોડ્યા બાદ હવે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ફાફ ડૂ પ્લેસિસને ગયા વર્ષે આરસીબીનો નવો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. ફાફ ડૂનો રેકોર્ડ એકદમ જોરદાર છે અને તે પોતાની ટીમ માટે વિરાટ કોહલી સાથે ઓપનિંગ કરવા ઉતરે છે અને તેનો રેકોર્ડ લાવજવાબ છે.
વિરાટ કોહલીઃ
વિરાટ કોહલીને એમને એમ થોડી જ કિંગ કોહલી કહેવાય છે. કોઈ પણ પરિસ્થિતિમાં રન બનાવવા એ તેની ખાસિયત છે. આઈપીએલમાં તેના બેટમાંથી રનનો વરસાદ થાય છે અને તેણે સૌથી વધુ સેન્ચ્યુરી પણ આઈપીએલમાં જ ફટકારી છે. હવે આરસીબી ફેન્સને એવું લાગી રહ્યું છે કે આ વખત ચમત્કાર થશે અને કોહલી પોતાની ટીમને પહેલી વખત ટાઈટલ જિતાડશે કે કેમ?
મોહમ્મદ સિરાજઃ
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું નામ પણ હાલમાં તો આખી દુનિયામાં ગૂંજી રહ્યું છે. સિરાજ એકદમ ફોર્મમાં છે અને તે એક એવો બોલર છે કે જે નવા બોલથી સામેવાળી ટીમનો બેટિંગ ઓર્ડર અસ્તવ્યસ્ત કરવા સક્ષમ છે.
ગ્લેન મેક્સવેલઃ
ગ્લેન મેક્સવેલ પણ હાલમાં એકદમ ફોર્મમાં છે અને તેણે અનેક વિનિંગ ઈનિંગમાં દમદાર પર્ફોર્મન્સ આપ્યું છે. તેની બેટિંગ સામેવાળી ટીમના ડાંડિયા ડૂલ કરવા માટે એકદમ પરફેક્ટ છે.
કેમરુન ગ્રીનઃ
કેમરુન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટ્રેડમાં ખરીદ્યો છે. ગ્રીન થોડાક દિવસ પહેલાં ન્યુઝીલેન્ડ સામે 175 રનની દમદાર ઈનિંગ રમી ચૂક્યો છે અને લોકોને આશા છે કે આ વખતે તેનો આ જ ફોર્મ ટીમને જિતની નજીક લઈ જઈ શકે છે.