નવી દિલ્હી: આઇપીએલની 17મી સીઝનનો બીજો લીગ રાઉન્ડ લગભગ અડધો થઈ ગયો છે અને પ્લે-ઑફને માંડ બે અઠવાડિયા બાકી છે ત્યારે જોવામાં આવ્યું છે કે અમુક ખેલાડીઓ જેમના નામે અગાઉ ઘણી ચર્ચા થઈ છે અને અમુકને લાખો ને કરોડો રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે તેમને આ સીઝનમાં પોતપોતાની ટીમ વતી રમવાનો હજી મોકો જ નથી અપાયો.
24 વર્ષના અર્જુન તેન્ડુલકરે 2023ની આઇપીએલની સીઝનમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારે તેને મુંબઈ ઇન્ડિયન્સ વતી ચાર મૅચ રમવા મળી હતી. જોકે એમાં તેનો પર્ફોર્મન્સ સાધારણ હતો.
ન્યૂ ઝીલૅન્ડના ઑલરાઉન્ડર મિચલ સૅન્ટનરને ચેન્નઈએ આ સીઝનમાં છેક રવિવાર, પાંચમી મે પહેલાં રમવાનો મોકો નહોતો આપ્યો. રવિવારે તેને મુસ્તફિઝૂર રહમાનના સ્થાને ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો.
કોને 2024ની સીઝનમાં હજી નથી રમવા મળ્યું/મોડું રમવા મળ્યું
(1) અર્જુન તેન્ડુલકર, મુંબઈ, 30 લાખ રૂપિયા (હજી સુધી નથી રમવા મળ્યું)
(2) રહમનુલ્લા ગુરબાઝ, કોલકાતા, 50 લાખ રૂપિયા (શનિવાર સુધી નહોતું રમવા મળ્યું)
(3) કાઇલ માયર્સ, લખનઊ, 50 લાખ રૂપિયા (શનિવાર સુધી નહોતું રમવા મળ્યું)
(4) કે.એસ. ભરત, કોલકાતા, 50 લાખ રૂપિયા (શનિવાર સુધી નહોતું રમવા મળ્યું)
(5) મિચલ સૅન્ટનર, ચેન્નઈ, 1.90 કરોડ રૂપિયા (છેક રવિવાર, પાંચમી મેએ રમવા મળ્યું)
(6) કૃષ્ણપ્પા ગૌતમ, કોલકાતા, 90 લાખ રૂપિયા (શનિવાર સુધી નહોતું રમવા મળ્યું)
(7) યશ ધુલ, દિલ્હી, 50 લાખ રૂપિયા (હજી સુધી નથી રમવા મળ્યું)
(8) ગ્લેન ફિલિપ્સ, હૈદરાબાદ, 1.50 કરોડ રૂપિયા (હજી સુધી નથી રમવા મળ્યું)
(9) ટૉમ કરૅન, બેન્ગલૂરુ, 1.50 કરોડ રૂપિયા (હજી સુધી નથી રમવા મળ્યું)
(10) ક્રિસ વૉક્સ, પંજાબ, 4.20 કરોડ રૂપિયા (હજી સુધી નથી રમવા મળ્યું)
(11) કાર્તિક ત્યાગી, ગુજરાત, 60 લાખ રૂપિયા (હજી સુધી નથી રમવા મળ્યું)