
જયપુર: આજે બુધવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024માં રાજસ્થાન રોયલ્સ(Rajasthan Royals) અને ગુજરાત ટાઇટન્સ(Gujarat Titans) વચ્ચે જયપુર(Jaipur)ના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં મેંચ રમાશે. આ મેચ રોમાંચક રહે તેવી પૂરી શક્યતા છે. રાજસ્થાન હાલ IPLની આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સ એકમાત્ર એવી ટીમ છે જે અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. RRએ તેની પ્રથમ ચાર મેચમાં શાનદાર જીત મેળવી છે, ત્યારે જોવાનું એ રહેશે કે શુભમન ગીલની આગેવાની હેઠળની ટાઇટન્સની ટીમ રોયલ્સના વિજય રથને રોકી શકાશે કે નહીં.
GT અને RR વચ્ચેની પાંચ મેચ રમાઈ છે, જેમાંથી RR માત્રે એક મેચ જીત શકી છે. જયારે GTએ ચાર મેચમાં જીત મેળવી છે. જયારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં RRનો રેકોર્ડ સારો રહ્યો છે. RRએ અહીં અત્યાર સુધી 55 મેચ રમી છે, જેમાંથી RRએ 36 મેચ જીતી છે, જયરે 19માં હાર મળી છે.
આજની મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે, ડેવિડ મિલર આ મેચ રમે એ હજુ નક્કી થઇ શક્યું નથી, તે હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી. રિદ્ધિમાન સાહા અંગે કોઈ સ્પષ્ટતા નથી, તે છેલ્લી મેચમાં કમરના દુખાવાના કારણે રમી શક્યો નહોતો. વિજય શંકર ફોર્મમાં નથી, આવી સ્થિતિમાં મિડલ ઓર્ડરને મજબૂત કરવા માટે ટાઇટન્સ શાહરૂખ ખાન અથવા અભિનવ મનોહરને ટીમમાં સ્થાન આપી શકે છે. ટીમ કેન વિલિયમસનના સ્થાને મેથ્યુ વેડને લેવાનું પણ વિચારી શકે છે. મોહિત શર્મા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ટીમમાં હશે.
ALSO READ : PBKS vs SRH highlights: હૈદરાબાદ મૅચ જીત્યું, પણ પંજાબના શશાંક-આશુતોષ અનેકનાં દિલ જીત્યા
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, કેન વિલિયમસન/મેથ્યુ વેડ, બીઆર શરથ (વિકેટકીપર), વિજય શંકર/અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, દર્શન નલકાંડે, નૂર અહેમદ, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન
ઈમ્પેક્ટ પ્લેયર – મોહિત શર્મા
રાજસ્થાન રોયલ્સનો સંદીપ શર્મા છેલ્લી બે મેચ રમી શક્યો ન હતો. તે હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી. ટીમના સહાયક કોચ ટ્રેવર પેને જણાવ્યું હતું કે સંદીપ શર્મા ગુજરાત સામેની મેચ બાદ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. રોયલ્સે છેલ્લી મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે શુભમ દુબેને ટીમમાં સામેલ કર્યો હતો. નવદીપ સૈની પણ NCAમાંથી સંપૂર્ણ ફિટ થઈને પરત ફર્યો છે.
રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), રેયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, આર. અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નંદ્રે બર્જર, યુઝવેન્દ્ર ચહલ.
ઈમ્પેક્ટ પ્લેયર – શુભમ દુબે