IPL 2024સ્પોર્ટસ

જો અમદાવાદમાં વરસાદ પડશે તો શું  IPL 2024 ક્વોલિફાયર-1 મેચ રિઝર્વ ડે પર યોજાશે ? જાણો શું છે નિયમ

Ahmedabad: હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલ (IPL 2024)માં માત્ર ચાર મેચો બાકી છે. જેમાંથી એક ફાઇનલ,એક એલિમિનેટર અને બે ક્વોલિફાયર છે. પ્રથમ ક્વોલિફાયર આજે એટલે કે 21મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. જો કે, સવાલ એ છે કે જો KKR vs SRH ક્વોલિફાયર 1 મેચ વરસાદને કારણે ધોવાઈ જશે તો મેચનું પરિણામ શું આવશે અને શું BCCIએ આ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે? તેના વિશે વિગતવાર જાણીએ

IPL પ્લેઓફ મેચો માટે નિયમો અલગ

IPL 2024 ટેબલ ટોપર્સ KKR અને SRH વચ્ચેની ટક્કર ક્વોલિફાયર 1 માં યોજાવાની છે. આ મેચ પર વરસાદની હાલ કોઇ સંભાવના નથી. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ગુજરાતમાં હીટવેવ ચાલુ રહેશે અને આ સપ્તાહ દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે. જ્યારે અન્ય એક ખાનગી હવામાન એજન્સી ના અહેવાલ મુજબ, વરસાદની એક ટકા પણ સંભાવના નથી. જો વરસાદ વિક્ષેપ પાડે તો પણ કોઈ સમસ્યા નથી, કારણ કે IPL પ્લેઓફ મેચો માટે નિયમો અલગ હોય છે. જ્યાં મેચનું આયોજન કરવામાં ઘણો સમય હોય છે.

થોડો સમય વરસાદ પડે તો પણ મેચ સંપૂર્ણ રીતે રમાશે

આઈપીએલની રમતની સ્થિતિ અનુસાર, પ્લેઓફ મેચો (ક્વોલિફાયર 1, એલિમિનેટર, ક્વોલિફાયર 2 અને ફાઈનલ) માટે રિઝર્વ ડે રાખવામાં આવે છે. આ સિવાય મેચના દિવસે 120 મિનિટનો વધારાનો સમય પણ છે. જો વરસાદ રમતને બગાડે છે. તો પણ મેચ 9.40 વાગ્યે શરૂ થાય છે. તો પણ  સંપૂર્ણ 20 ઓવરની મેચ રમાશે. જો મેચ શરૂ થયા પછી થોડો સમય વરસાદ પડે તો પણ મેચ સંપૂર્ણ રીતે રમાશે, કારણ કે બે વધારાના કલાકો ઉપલબ્ધ છે. જો મેચ શરૂ થાય અને વરસાદ બંધ ન થાય તો બાકીની મેચ બીજા દિવસે રમાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ