IPL 2024સ્પોર્ટસ

IPL 2024: ગુજરાત સામે પંજાબ 3 વિકેટે જીત્યું, ગિલની આક્રમક રમત પાણીમાં, શશાંક સિંહ બન્યો મેચ વિનર

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ (IPL 2024 17મી)ની પંજાબ અને ગુજરાત વચ્ચેની મેચમાં પંજાબે ટોસ જીતી પહેલી બોલિંગ લીધી હતી. ગુજરાત ટાઈટન્સ પહેલી બેટિંગમાં આવ્યા પછી કુલ 199 રનનો સ્કોર કર્યો હતો પણ એની સામે પંજાબ 3 વિકેટથી મેચ જીત્યું હતું.

આ સાથે પંજાબ ઇલેવન બીજી વખત મેચ જીતી છે, જ્યારે ગુજરાત હોમ ગ્રાઉન્ડ પર હાર્યું છે. 200 રનનો લક્ષ્યાંક હાંસલ કરવા આવેલી પંજાબે શરૂઆતમાં સાવ સસ્તામાં કેપ્ટનની વિકેટ ગુમાવી હતી.

ગુજરાત વતી ઉમેશ યાદવે સૌથી પહેલી ગબ્બર એટલે શિખર ધવન (બે બોલમાં 1 રન)ની વિકેટ લેતા પંજાબ પર દબાણ લાવવામાં સફળતા મેળવી હતી. સેમ કરેન પણ પાંચ રને સસ્તામાં આઉટ થયો હતો. જો કે, પી સિંઘ (35) અને બેરસ્ટો આક્રમક રમત રમ્યા હતા પણ વિકેટ ગુમાવતા ટીમ પર દબાણ આવ્યું હતું. આમ છતાં આશુતોષ અને શશાંક સિંહ (29 બોલમાં 4 સિકસર અને 6 ચોગ્ગા સાથે 61 રને નોટ આઉટ)એ વિસ્ફોટક બેટિંગ કરતાં પંજાબ ઇલેવનને જીતાડ્યું હતું. પંજાબે 19.5 ઓવરમાં 7 વિકેટે 200 રનનો ટાર્ગેટ અચિવ કર્યો હતો.
ગુજરાત ટાઈટન્સવતીથી કેપ્ટન શુભમન ગિલ મહત્ત્વની પણ ધીરજપૂર્વકની ઈનિંગ રમ્યો હતો. ગિલે 48 બોલમાં 89 આક્રમક રન માર્યા હતા, જેમાં ચાર સિકસર અને છ ચોગ્ગાનો સમાવેશ હતો. 185.42ના સ્ટ્રાઈક રનરેટથી 89 રન મારીને નોટઆઉટ રહ્યો હતો. ગિલે આઇપીએલમાં સૌથી વધુ રન કર્યાનો પણ રેકોર્ડ નોંધાવ્યો હતો. બુધવારે સુનીલ નારાયણ (KKR સામે)એ 85 રન કર્યા હતા પણ આજે સૌથી વધુ રન બનાવીને આ આઇપીએલમાં વધુ રનનો વિક્રમ પોતાના નામે બનાવ્યો છે. આઈપીએલમાં ગિલની 20મી અડધી સદી ફટકારી હતી પણ એ એળે ગઈ હતી. બીજી બાજુ કેન વિલિયમ્સ (22 બોલમાં 26 રન), સાઈ સુદર્શન (19 બોલમાં 33 રન) અને રાહુલ તેવેટિયા (આઠ બોલમાં 23) મહત્ત્વની ઈનિંગ રમ્યા હતા. ગુજરાતે 20 ઓવરમાં ચાર વિકેટે 199 રન કર્યાં હતાં.

આજની મેચ પહેલા આઇપીએલના પોઇન્ટ્સ ટેબલમાં પાંચમા નંબરે ગુજરાત ટાઈટન્સ હતી અને સાતમા નંબરે પંજાબની ટીમ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button