IPL 2024સ્પોર્ટસ

IPL-24 PLAY-OFF : હૈદરાબાદે (SRH) ટૉસ જીતીને બૅટિંગ લીધી, ફરી તોતિંગ સ્કોરની તલાશમાં

અમદાવાદ: અહીં મોટેરામાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઇપીએલની 17મી સીઝનની પ્રથમ પ્લે-ઑફ (ક્વૉલિફાયર-વન) છે અને એમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની આ મૅચમાં નવો તોતિંગ સ્કોર કે નવા વિક્રમો જોવા મળશે તો નવાઈ નહીં લાગે.

આ મૅચ બૅટિંગના બે પાવરહાઉસ વચ્ચેની છે અને એમાં બન્ને ટીમના બૅટર્સ ઉપરાંત ખાસ કરીને બોલર્સની વધુ આકરી કસોટી થશે.


હૈદરાબાદના ઓપનર્સ ટ્રેવિસ હેડ 533 રન સાથે આ સીઝનના તમામ બૅટર્સમાં ત્રીજા નંબરે છે, જ્યારે સાથી-ઓપનર અભિષેક શર્મા 467 રન સાથે હૈદરાબાદના બૅટર્સમાં બીજા સ્થાને અને બધા બૅટર્સમાં નવમા ક્રમે છે. કોલકાતા પાસે ચાર લેફ્ટ-હૅન્ડ બૅટર્સ છે: સુનીલ નારાયણ, વેન્કટેશ ઐયર, રિન્કુ શર્મા અને નીતિશ રાણા.


આજની ક્વૉલિફાયર-વન જીતનારી ટીમ સીધી રવિવારની ચેન્નઈની ફાઇનલમાં જશે, જ્યારે પરાજિત થનારી ટીમને વધુ એક મોકો મળશે. એ ટીમે આવતી કાલની એલિમિનેટરની વિજયી ટીમ સામે શુક્રવારે રમવું પડશે અને એમાં જીતનારી ટીમ ફાઇનલમાં પહોંચશે.

આજની બન્ને હરીફ ટીમની પ્લેઇંગ-ઇલેવન:
હૈદરાબાદ: પૅટ કમિન્સ (કૅપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નીતિશ કુમાર રેડ્ડી, હિન્રિચ ક્લાસેન (વિકેટકીપર), શાહબાઝ અહમદ, અબ્દુલ સામદ, ભુવનેશ્ર્વર કુમાર, વિજયકાંત વિયાસકાંત અને ટી. નટરાજન.
ઇમ્પૅક્ટ પ્લેયર્સ: ઉમરાન મલિક, સનવીર સિંહ, ગ્લેન ફિલિપ્સ, વૉશિંગ્ટન સુંદર અને જયદેવ ઉનડકટ.


કોલકાતા: શ્રેયસ ઐયર (કૅપ્ટન), સુનીલ નારાયણ, રહમનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેન્કટેશ ઐયર, રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મિચલ સ્ટાર્ક, વૈભવ અરોરા, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.
ઇમ્પૅક્ટ પ્લેયર્સ: અનુકૂલ રૉય, મનીષ પાન્ડે, નીતિશ રાણા, કેએસ ભરત અને શેરફેન રુધરફર્ડ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button