IPL 2024સ્પોર્ટસ

IPL 2024: ચૂંટણીની આઇપીએલ પર નહીં થાય અસર, જાણો બાકી રહેલી મેચનું શેડયૂલ

મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024ની શરૂઆત થઇ ગઇ છે. લોકસભા ચૂંટણી (Loksabha Election)ના કારણે ઈન્ડિયન ક્રિકેટ કંટ્રોલ (ICC) બોર્ડે આઇપીએલની 17મી સીઝનનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો નહોતો, પરંતુ હવે બોર્ડે બાકી રહેલી મેચનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.

આ પણ વાંચો: IPL 2024: ગુજરાત ટાઈટન્સ સામે હાર્દિક પંડ્યાના બોલિંગ-બેટિંગના ક્રમ મુદ્દે કોચે મૌન તોડ્યું

આઇપીએલની ફાઈનલ મેચ 26, મેના રોજ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી ક્વોલિફાયર મેચ પણ 24, મેના રોજ આ જ શહેરમાં રમાશે. પ્રથમ ક્વોલિફાયર મેચ 21 મેના રોજ અને એલિમિનેટર મેચ 22 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

જો કે, અત્યાર સુધી માત્ર 7 એપ્રિલ સુધીની મેચોના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. હવે નવા કાર્યક્રમ મુજબ 8 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાશે. આ ટૂર્નામેન્ટના લીગ તબક્કાની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 19મી મેના રોજ રમાશે. આ પછી એક દિવસના વિરામ બાદ ફરી નોકઆઉટ તબક્કાઓ શરૂ થશે. પ્રથમ ક્વોલિફાયર મેચ 21 મેના રોજ રમાશે. ફાઈનલ મેચ 26 મેના રોજ ચેન્નાઈમાં રમાશે.


આઇપીએલ 2024માં સામેલ 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-એમાં મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સનો સમાવેશ થાય છે જ્યારે ગ્રુપ બીમાં ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સનો સમાવેશ થાય છે. બંને ગ્રુપની તમામ ટીમો વચ્ચે એક-એક મેચ રમાઈ છે.

આ પણ વાંચો: શાહરુખને ફરી સ્મોકિંગની તલબ લાગી, નવો વિવાદ વહોરી લીધો

આઈપીએલ 2024 પણ ગઈ વખતની 2023ની સીઝનના માફક રમાડવામાં આવી રહી છે, જેમાં 74 મેચ રમાશે. ગયા વર્ષે 60 દિવસ સુધી આઈપીએલની મેચ ચાલી હતી. આઈપીએલ 2024માં મેચ જીતનારી ટીમે બે પોઈન્ટ મળ્યા હતા, જ્યારે હારનારી ટીમને કોઈ પોઈન્ટ મળ્યા નહોતા. ડ્રો અથવા રિઝલ્ટ નહીં આવવાના સંજોગોમાં બંને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવશે, જ્યારે ગ્રુપ સ્ટેજ પછી પ્લે ઓફનું આયોજન કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button