
અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના પરાજય પછી મેચમાં કરવામાં આવેલા અખતરા મુદ્દે વિવિધ તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા હતા ત્યારે આ મુદ્દે મુંબઈ ઈન્ડિયન્સના કોચ કિરોન પોલાર્ડે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.
બોલિંગમાં આવેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમવતીથી સૌથી પહેલી ઓવર હાર્દિક પંડ્યાને આપવામાં આવી હતી, જ્યારે બુમરાહને આપી નહોતી. પહેલા સ્પેલમાં જ હાર્દિકને ગુજરાત ટાઈટન્સની ટીમના બેટરે જોરદાર ધુલાઈ કરી હતી. જોકે, આ મુદ્દે બેટિંગ કોચ કિરોન પોલાર્ડે જસપ્રીત બુમરાહના બદલે હાર્દિક પંડ્યાને બોલિંગની શરૂઆત કરાવવાના નિર્ણયને ટેકો આપ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. તેને સાતમા નંબર પર બેટિંગ માટે મોકલવાનો સામૂહિક નિર્ણય હતો.
આ પણ વાંચો: IPL 2024: ચૂંટણીની આઇપીએલ પર નહીં થાય અસર, જાણો બાકી રહેલી મેચનું શેડયૂલ
આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને બુમરાહના બદલે હાર્દિક પંડ્યાએ બોલિંગની શરૂઆત કરી હતી. પોલાર્ડે મેચ બાદ પત્રકારોને કહ્યું હતું કે તમારે એક રણનીતિ બનાવવી પડશે અને નક્કી કરવું પડશે કે તમે એક ટીમ તરીકે શું ઈચ્છો છો.
હાર્દિકે છેલ્લા બે વર્ષમાં ગુજરાત માટે નવા બોલ સાથે બોલિંગ પણ કરી હતી. તે નવા બોલને સ્વિંગ કરે છે અને સારી બોલિંગ કરે છે, તેથી તેમાં કંઈ નવું નથી. તેણે કહ્યું હતું કે “અમે નવા બોલના સ્વિંગનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, તો તેમાં કંઈ ખોટું નથી.
આ પણ વાંચો: IPL Lover’s માટે આવ્યા Good News, BCCIએ જાહેર કરી મહત્ત્વની જાહેરાત…
હાર્દિકને સાતમા નંબર પર બેટિંગ માટે મોકલવા અંગે પોલાર્ડે કહ્યું હતું કે તે માત્ર કેપ્ટનનો નિર્ણય નથી. તેણે કહ્યું હતું કે સંપૂર્ણ સ્વાયત્તતા સાથે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી, તેથી અમે એમ ન કહી શકીએ કે આ તેમનો નિર્ણય હતો.
એક ટીમ તરીકે અમારી પોતાની વ્યૂહરચના હતી અને અમે બેટિંગ ઓર્ડર પર પણ ચર્ચા કરી હતી. અમે એક ટીમ તરીકે નિર્ણયો લઈએ છીએ, તેથી તે કહેવું યોગ્ય નથી કે હાર્દિકે નિર્ણય લીધો હતો. અમે સામૂહિક રીતે નિર્ણયો લઈએ છીએ.