મુંબઈઃ ભારત અને પાકિસ્તાનની મેચને જોવા માટે લોકોની ઉત્સુકતા વધી રહી છે, ત્યારે બંને ટીમ માટે ભારતીય લોકોની અપેક્ષામાં વધારો થયો છે. અમદાવાદમાં રમાનારી મેચમાં એક લાખથી વધુ લોકો મેચ જોશે, જ્યારે દુનિયાભરના લોકોની નજર મેચ પર રહેશે ત્યારે ભારતના સ્ટાર બેટસમેન શુભમન ગિલના રમવા મુદ્દે કેન્સરગ્રસ્ત યુવરાજ સિંહે મોટું નિવેદન આપ્યું છે.
શુભમન ગિલને ડેન્ગ્યુ થયો હોવાથી તે મેચ રમી શકશે કે કેમ તેના અંગે હજુ અસમંજસ છે, ત્યારે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે કહ્યું હતું કે ગિલને મેચ રમવી જોઈએ. યુવરાજ સિંહને કેન્સર થયું હોવા છતાં ભારતવતીથી વિશ્વ કપને જીતાડ્યો હતો. સાત વર્ષ પછી ભારતના ઘરઆંગણે પાકિસ્તાન સાથે મેચ રમાડવામાં આવશે, જેમાં પાકિસ્તાનની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે, જ્યારે તમામ તૈયારીઓ કરી લીધી છે, ત્યારે ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન શુભમન ગિલને ડેન્ગ્યૂ થયો હોવાથી રમવા મુદ્દે આશંકા છે.
હવે આ મેચ યુવરાજ સિંહે ગિલને ફોન કરીને મેચ રમવા માટે અનુરોધ કર્યો હતો.યુવરાજ સિંહે એક ઈન્ટરન્યૂમાં જણાવ્યું હતું કે તેને શુભમન ગિલને ફોન કર્યો હતો અને પાકિસ્તાન વિરુદ્ધ રમવા માટે અપીલ કરી હતી. યુવીએ ગિલને કહ્યું હતું કે હું પણ મારી કારકિર્દીમાં ડેન્ગ્યૂથી સંક્રમિત થયો હોવા છતાં રમ્યો હતો. ત્યારબાદ ગિલે ગુરુવારે એક કલાક સુધી અમદાવાદમાં અભ્યાસ કર્યો હતો. હવે ગિલ પાકિસ્તાન સામે મેચ રમી શકે એવી શક્યતા વધી ગઈ છે.
દરમિયાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરના નામેં પણ આ અગાઉ શુભમન ગિલને શુભેચ્છા આપી ચૂકી છે. ડેન્ગ્યૂનું નિદાન થયા પછી સારાએ એક્સ પર પોસ્ટ લખી હતી.
શુભમન ગિલનો ફોટો પોસ્ટ કરીને ગેટ વેલ સૂનની શુભેચ્છા આપી હતી. સારાની પોસ્ટ પર લાખો લોકોએ લાઈક આપવાની સાથે અનેક લોકોએ ગિલ મેચમાં રમી શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દરમિયાન સારા તેંડુલકર કમેન્ટરી નામના એક્સ પરના પ્લેટફોર્મ પર તો ગિલનો ફોટોગ્રાફ પોસ્ટ કર્યો છે, જેમાં ગિલના ફોટોગ્રાફ સાથે લખવામાં આવ્યું છે હી ઈઝ ફાઈનલી બેક ટૂ પ્રેક્ટિસ.
આ પોસ્ટ પર પણ યૂઝરે જવાબ આપ્યો છે, જ્યારે તેની મજા લીધી છે. એક યૂઝરે લખ્યું ગૂડ ન્યૂઝ ફોર ફેન્સ એન્ડ ટીમ ઈન્ડિયા, જ્યારે બીજા એક યૂઝરે લખ્યું છે ભાભીજી ખુશ. પાકિસ્તાન સામે ગિલની એન્ટ્રી થશે કે નહીં એ તો આવતીકાલે ખબર પડશે, પરંતુ જો રમશે તો ચોક્કસ ભારતીય ટીમ નોંધપાત્ર સ્કોર કરી શકશે.