અમદાવાદ: અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વન ડે વર્લ્ડ કપની મેચમાં ભારતે પાકિસ્તાન સામે ભવ્ય વિજય મેળવ્યો હતો. વન ડે વર્લ્ડ કપમાં સતત આઠમી વખત પાકિસ્તાનને ભારતે હરાવ્યું છે. અલબત્ત, ટીમ ઇન્ડિયા અમદાવાદમાં પાકિસ્તાન સામે 18 વર્ષ પછી વનડે મેચ રમી હતી, જેમાં છેલ્લી વખત 2005માં અહીં બંને ટીમ ટકરાઈ હતી, ત્યારે પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. જેનો બદલો આજે ભારતીય ટીમે લીધો છે.
ભારતે 192 રન 30.3 ઓવરમાં ત્રણ વિકેટે કર્યા હતા, જેમાં શ્રેયસ અય્યરે 53 રન અને કે એલ રાહુલે 19 રન મારીને ભારતને (સાત વિકેટે) જીત અપાવી હતી.
પાકિસ્તાન સામે 192 રનનો લક્ષ્યાંક હાંસલ કરવા આવેલી ટીમ ઇન્ડિયાના ઓપનર બેટસમેનમાં સુકાની રોહિત શર્માએ રંગ રાખ્યો હતો. રોહિતે પોતાની વ્યક્તિગત કારકિર્દીનું નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું, જેમાં 53મી અડધી સદી ફટકારી હતી. રોહિત સિવાય શુભમન ગિલ રમતમાં આવ્યાં હતાં. શાહીન આફ્રિદીએ ગિલ (16)ને સસ્તામાં આઉટ કર્યો હતો. ગીલના આઉટ થયા પછી વિરાટ કોહલી રમતમાં આવ્યો હતો, જેમાં વિરાટ પણ 16 રને આઉટ થયો હતો. આમ છતાં એક બાજુ કેપ્ટન રોહિત શર્માએ ચોગ્ગા મારવા સાથે 6 વધુ મારી હતી, જેથી વન ડેમાં 300 સિકસર મારવાનો રેકોર્ડ કર્યો હતો. આમ છતાં 156 રનના સ્કોર વખતે રોહિતની વિકેટ શાહીન આફ્રિદીએ લીધી હતી. રોહિત 63 બોલમાં 86 રન માર્યા હતા, જેમાં 6 સિકસર અને 6 ચોગ્ગા માર્યા હતા.
સુકાની રોહિત અને કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. 18 બોલમાં 16 રન કરતા વિરાટ પણ આઉટ થયો હતો. વિરાટની વિકેટ ગઈ હતી પણ બંનેએ 56 રનની પાર્ટનર શિપ થઈ હતી, કોહલી પછી રમતમાં શ્રેયસ અય્યર રમતમાં આવ્યો હતો.
ODI વર્લ્ડ કપની 12મી મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થયો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેમાં ભારતવતી શારદૂલ ઠાકુર સિવાય બાકી તમામ બોલરને 2-2 વિકેટ લીધી હતી.
અહીંના સ્ટેડિયમમાં સવા લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મેચ સરુ થયા પછી સ્ટેડિયમમાં લોકોએ ભગવાન રામચંદ્રની ધૂન સાથે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. અહીંની મેચ જોવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ આવ્યા હતા.
Taboola Feed