IND VS NZ: ટીમ ઈન્ડિયાએ ન્યૂ ઝીલેન્ડને આપ્યો ‘વિરાટ’ લક્ષ્યાંક
આ કારણે અનુષ્કાએ કિંગ કોહલીને આપી ફ્લાઈંગ કિસ, કોહલી-અય્યરની શાનદાર સદી
મુંબઈઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની મેચ આજે રસપ્રદ તબક્કામાં પહોંચી છે. ટોસ જીતીને ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માએ બેટિંગ લઈને આક્રમક શરુઆત કરી હતી. રોહિતે અડધી સદી ચૂક્યા પછી નવો વિક્રમ બનાવ્યો હતો. રોહિતે 29 બોલમાં 47 રને ટીમ સાઉધીએ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ વિરાટ કોહલી (117) અને શ્રેયસ અય્યર (105)ની સદીને કારણે ભારતે (ચાર વિકેટે) ન્યૂ ઝીલેન્ડ સામે 397 રનનો વિરાટ લક્ષ્યાંક કર્યો હતો.
ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ 47 રન કર્યા હતા, ત્યારબાદ શુભમન ગિલ પણ ઈન્જર્ડ થયા પછી 79 રને સ્ટેડિયમમાં પાછો ફર્યો હતો. ગિલ ઈન્જર્ડ થયા પછી પેવેલિયનમાં પાછો ફર્યો હતો, ત્યારબાદ શ્રેયસ અય્યરે મજબૂત બેટિંગ કરી હતી.
અય્યરના પહેલા વિરાટે સચિનનો રેકોર્ડ તોડીને નવો ઈતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલીએ નવ ચોગ્ગા અને બે સિક્સર સાથે 113 બોલમાં 117 રન કર્યા હતા, જેમાં આજની સદી સાથે વિરાટે સચિનનો રેકોર્ડ તોડ્યો હતો. સચિનનો રેકોર્ડ તોડ્યા પછી સ્ટેડિયમમાં બેસેલી અનુષ્કાએ વિરાટને ફ્લાઈંગ કિસ આપી હતી. ટિમ સાઉધીએ કોહલીની વિકેટ ઝડપી હતી, ત્યારબાદ ટ્રેન્ટ બોલ્ટે પણ અય્યરને આઉટ કર્યો હતો. શ્રેયસ અય્યરે 70 બોલમાં ચાર ચોગ્ગા અને આઠ સિક્સર સાથે 105 રન કર્યા હતા.
અય્યરે 67 બોલમાં સદી કરી હતી, જેમાં આ વર્લ્ડ કપમાં અય્યરની બે સદી નોંધાવી છે. કેએલ રાહુલે પણ શરુઆત ધીમી કર્યા પછી પણ વ્યક્તિગત રીતે પણ મજબૂત સ્કોર કર્યો હતો, જેમાં 20 બોલમાં 39 રન કર્યા હતા, જેમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સર મારી હતી. ભારતે ન્યૂ ઝીલેન્ડ સામે પચાસ ઓવરમાં 397 રન કર્યા હતા.
ન્યૂ ઝીલેન્ડ વતીથી ટીમ સઉધીએ ત્રણ વિકેટ ઝડપી હતી, જેમાં 10 ઓવરમાં 100 રન આપ્યા હતા, જે સૌથી ખર્ચાળ બોલર સાબિત થયો હતો. ટ્રેન્ટ બોલ્ટે પણ એક વિકેટ લીધી હતી, જેમાં 10 ઓવરમાં 86 રન આપ્યા હતા, પરંતુ મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન, રચિન રવિન્દ્ર અને ગ્લેન ફિલિપ્સને એક પણ વિકેટ મળી નહોતી.