ટીમ ઇન્ડિયા સતત આઠ જીત બાદ હવેથી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામેની વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચમાં મેદાનમાં ઉતરશે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્લેઇંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લી મેચમાં હતી એજ એ જ પ્લેઇંગ ઈલેવન નેધરલેન્ડ સામે પસંદ કરવામાં આવી છે.
ભારત માટે આ મેચ માત્ર ઔપચારિક્તા છે કેમ કે ટીમ ઇન્ડિયા પહેલાથી જ સેમિફાઇનલમાં પહોંચી ચુકી છે, પરંતુ રોહિત અને કંપની ન્યૂઝીલેન્ડ સામે રમાનારી સેમિફાઇનલ પહેલા આ મેચમાંથી બેટિંગ અને બોલિંગ વધુ મજબુત કરવા મેદાને ઉતરશે.
વિરાટ કોહલી પાસે દિવાળીના દિવસે વનડેમાં સદીની અડધી સદી ફટકારવાની સુવર્ણ તક છે. જો તે આજે સદી ફટકારશે તો સચિન તેંડુલકરને પાછળ છોડી દેશે એટલું જ નહીં પરંતુ વનડેમાં 50 સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની જશે.
ભારતની પ્લેઈંગ ઈલેવન – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.
નેધરલેન્ડની પ્લેઈંગ ઈલેવન- વેસ્લી બારેસી, મેક્સ ઓ’ડાઉડ, કોલિન એકરમેન, સિબ્રાન્ડ એન્ગલબ્રેખ્ટ, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન અને વિકેટકીપર), બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, લોગાન વાન બીક, રોઈલોફ વાન ડેર મર્વે, આર્યન દત્ત અને મેવાન પોલ.